Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસના મુખ્યમંત્રી ચહેરાને લઈને આપેલા નિવેદન પર પ્રિયંકા ગાંધીએ મારી પલ્ટી

Social Share

કાનપૂર: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે, તમામ રાજકીય પાર્ટી મેદાનમાં ઉતરી ગઈ છે અને ચૂંટણી જીતીને સત્તામાં આવે તે માટે પ્રયાસો કરી રહી છે. આવામાં લોકો રાહ જોઈ રહ્યા છે કે કોંગ્રેસનો મુખ્યમંત્રી ચહેરો કોણ હશે. આ બાબતે થોડા સમય પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના કહેવા પ્રમાણે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તેઓ પાર્ટીનો એકમાત્ર ચહેરો નથી.

તેમણે જણાવ્યું કે, ‘મારી પાર્ટી ક્યાંક-ક્યાંક મુખ્યમંત્રીનો ચહેરો કોણ બનશે એ નક્કી કરે છે અને ક્યાંક નથી નક્કી કરતી. હું એમ નહી કહેતી કે, હું જ મુખ્યમંત્રીનો ચહેરો છું. એ મેં ચિડાઈને કહી દીધું હતું કારણ કે, વારંવાર એ જ સવાલ થઈ રહ્યા હતા.

વધુમાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે, ‘અમે પૂરી તાકાતથી ચૂંટણી લડી રહ્યા છીએ. વિકાસ, બેરોજગારી, મોંઘવારી, મહિલાઓની સુરક્ષાના જે મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ચર્ચા થવી જોઈએ તે મુદ્દાઓ મુખ્યત્વે કોંગ્રેસ ઉઠાવી રહી છે. કોંગ્રેસ જનતાનો અવાજ ઉઠાવી રહી છે, આશા છે કે, તેનું પરિણામ સારૂં આવે.

ઉલ્લેખનીય છે કે રાજકીય વિશ્લેશકો કહી રહ્યા છે કે જે રીતે અત્યારે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ બની રહ્યો છે તેને જોઈને લાગી રહ્યું છે કે ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર થઈ શકે છે. આ ઉપરાંત અન્ય પાર્ટીઓને પ્રચાર દમખમ રીતે જોવા મળી રહ્યો નથી.