Site icon Revoi.in

રસીકરણ મામલે ઉત્તરપ્રદેશ સૌથી મોખરે – 16 કરોડથી વધુ લોકોને બન્ને ડોઝ અપાયા, 35 લાખથી વધુ લોકોએ લીધો સાવચેતીનો ડોઝ

Social Share

લખનૌઃ– દેશભરમાં કોરોના મહામારી બાદ વેક્સિનેશનની પ્રક્રીયા શરુ કરવામાં આવી હતી જે હેઠળ ્નેક લોકોને કોરોનાવિરોધી રસી આપીને સુરક્ષા પુરી પાડવામાં આવી અત્યાર સુધી મોટા ભાગના લોકોએ વેક્સિનના બન્ને ડોઝ મળએવી લીધા છે, જો કે વેકર્સિનેશન બાબતમાં દેશનું રાજ્ય ઇત્તરપ્રદેશ બાજી મારી ગયું છે કારણ કે રાજ્યમાં રસીકરણનો ગ્રાફ સતત વધી રહ્યો છે.

રસીકરણની બાબતમાં ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે છે.જો ઉત્તરપ્રદેશમાં રસીકરણની વાત કરીએ તો હાલ સુધીમાં 17 કરોડ 54 લાખ 89 હજાર 656 ને પ્રથમ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે જ્યારે  16 કરોડ 2 લાખ 66 હજાર 806 ને બંને ડોઝ આપવામાં આવ્યા ચૂક્યા છે. આ સાથે  જ રાજ્યમાં કુલ રસીકરણ 33 કરોડ 92 લાખથી વધુ થયું છે.

18 વર્ષથી વધુના લોકોના 15 કરોડથી વધુ ડોઝ

દેશમાં 18 વર્ષથી વધુના લોકોના પ્રથમ ડોઝ ની જો વાત કરીએ તો 15 કરોડ 34 લાથ 23 હજાર 852 લોકોને અપાયો છે, જ્યારે બીજા ડોઝ લેનારાઓની સંખ્યા  14 કરોડ 24 લાખ 63 હજાર 191છે,

15 થી 17 વર્ષની ઉંમર ધરાવતા લોકોને 1 કરોડથી વધુ ડોઝ

 આ સાથે જ 15 થી 17 વર્ષની ઉંમર ધરાવતા 1 કરોડ 39 લાખ 51 હજાર 198ને પહેલો ડોઝ અપાયો છે  અને બીજો ડોઝ 1 કરોડ 21 લાખ 21 હજાર 879 લોકોને આપવામાં આવ્યો છે. 

2 થી 14 વર્ષની ઉમંરને 81 લાખથી વધુ ડોઝ

તો બીજી તરફ 12 થી 14 વર્ષની વય ધરાવતાઓ પ્રથમ ડોઝ લેનારાઓની સંખ્યા 81 લાખ 9 હજાર 860 છે અને બીજો ડોઝ 56 લાખ 20 હજાર 640 12 થી 14 વર્ષની વય જૂથને આપવામાં આવ્યો છે.

35 લાખથી વધુ લોકોને પ્રિકોશન ડોઝ અપાયો

તો બીજી તરફ  35 લાખ 18 હજાર 680 સાવચેતીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારની સક્રિયતાનું પરિણામ છે કે 24 કરોડની વસ્તી ધરાવતી રાજ્યની હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યા નહિવત છે.

તમામ સેવાઓ સંક્રમિત દર્દીઓને તેમના ઘરે પહોંચાડવામાં આવી રહી છે. સંક્રમિતોની 24-કલાક દેખરેખ, દવાઓની ઉપલબ્ધતા, પરીક્ષણો, સેનિટાઈઝેશનની સાથે તે વિસ્તારમાં કોવિડ માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

Exit mobile version