- ઉત્તરપ્રેદશ આજથી અનલોક થશે
- સિનેમાહોલ આજથી ખુલ્લા મૂકાશે
- સ્કુલ હાલ પણ બંધ રાખવામાં આવશે
- જીમ તથા ઓડિટોરિયમ પણ જનતા માટે ખોલવામાં આવશે
લખનૌઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ચાલુ થતા જ અનેક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે દેશના રાજ્ય ઉત્તરપ્રદેશમાં કોરોના મહામારીને કારણે બંધ કરવામાં આવેલા થિયેટરો, મલ્ટિપ્લેક્સ, જીમ અને રમત-ગમત સ્ટેડિયમ આજરોજ સોમવારથી ખુલવા જી રહ્યા છે. જો કે શાળાઓ,કોલેજો અને સ્વિમિંગ પુલપર હાલ પણ પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે
આ બાબતે માહિતી આપતાં અધિક મુખ્ય સચિવ ગૃહ અવનિશકુમાર અવસ્થીએ જણાવ્યું હતું કે, “કોરોનાના ઘટતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ ગતિવિધિઓની શરૂઆત કરવામાં આવી રહી છે, આ દરમિયાન, કોરોના દિશાનિર્દેશોનું ફરજિયાતપણે પાલન કરવું પડશે.
જો કે રાજ્યમાં આ છૂટછાટ અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ માટે રહેશે. શનિવાર અને રવિવારે વિકેન્ડ પ્રતિબંધ ચાલુ રહેશે. આ સાથે જ આગળના આદેશો સુધી સ્વિમિંગ પુલ પહેલાની જેમ બંધ રાખવામાં આવશે. લગ્ન અને ધાર્મિક સ્થળોએ પણ એક સમયે વધુમાં વધુ 50 લોકોના એકઠા થવા પર છૂટ મળશે. રાજકીય અને સામાજિક કાર્યક્રમો અને મેળાવડા પર પ્રતિબંધો પહેલાની જેમ જ યથાવત રાખવામાં આવ્યો છે. 1 જુલાઇએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટીમ 9 ની બેઠકમાં આ પ્રવૃત્તિઓ શરૂ કરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીની સૂચના બાદ હવે આ સંદર્ભે સરકાર દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.