Site icon Revoi.in

દેશના 80 ટકા વયસ્કો અને 2 કરોડ કિશોરોનું થયું સંપૂર્ણ રસીકરણ

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં બે વર્ષથી કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો હતો જેને પહોંચી વળવા માટે વેક્સિને મહત્વનો ભાગ ભજવ્યો છે  કોરોનાની જંગી લડાઈમાં વેક્સિન નાનાથી લઈને મોટા દરેક લોકો માટે ઉપલબ્ધ કરાવાય હતી, આ સાથે જ દેશની વયસ્ક વસ્તીથી લઈને કિશોનું મોટા ભાગનું હવે વેક્સિનેશન પૂર્મ થી ચૂક્યું છે જે મોટી સફળતા કહી શકાય, દેશની કોરોડોની વસ્તીમાં મોટા ભાગના લોકો વેક્સિનેટ થઈ ચૂક્યા છે.

જો દેશની પુખ્ત વસ્તીની વાત કરીએ તો 80 ટકા લોકોને સંપૂર્મ વેક્સિન મળી ચૂકી છે અને 15 થી 18 વર્ષની વય જૂથના 2 કરોડ  કિશોરો માટે રસીકરણ પૂર્ણ થયું છે. તેને કોરોના રસીના બંને ડોઝ મળ્યા છે. તે જ સમયે, દેશની 96.5 ટકા પુખ્ત વસ્તીએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વેક્સિનેશનની બાબતે વિતેલા દિવસને શનિવારે ટ્વિટ કરીને કહ્યું કે, “PM મોદીના ‘સબકા પ્રયાસ’ મંત્રથી દેશ ઝડપથી 100 ટકા રસીકરણ તરફ આગળ વધી રહ્યો છે.”

આ સાથે જ  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા પ્રમાણે , કોરોના રસીકરણ અભિયાન તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 175.03 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 36 લાખ 28, હજાર 578 ડોઝ આપવામાં આવ્યા હતા.