Site icon Revoi.in

વેબ સિરીઝ ‘ફેમિલી મેન 2’ નું પ્રસારણ અટકાવવાની માંગ,વાઇકોએ પ્રકાશ જાવડેકરને લખ્યો પત્ર

Social Share

મુંબઈ:મનોજ બાજપેયીની આગામી વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન 2’ હજી રિલીઝ થઈ નથી અને તેને લઈને વિવાદ ઉભો થયો છે. તમિલનાડુના લોકોના વાંધા બાદ હવે રાજ્યસભાના સાંસદ વાઇકોએ આ સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ સંદર્ભે વાઇકોએ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને એક પત્ર પણ લખ્યો છે, જેમાં તેમણે સિરીઝ વિશે પ્રશ્નો ઉભા કર્યા છે અને માંગ કરી છે કે તેના પર પ્રતિબંધ મુકવામાં આવે.

વાઇકોએ પોતાના પત્રમાં કહ્યું કે, હાલમાં જારી થયેલ ‘ધ ફેમિલી મેન 2’ ના ટ્રેલરમાં તમિલ લોકોને આતંકવાદી અને આઈએસઆઈ એજન્ટ તરીકે બતાવવામાં આવ્યા છે, જેનું જોડાણ પાકિસ્તાન સાથે છે. આ સાથે તેમણે એમ પણ આરોપ લગાવ્યો છે કે,જે તમિલ ઇલમ વોરીયર્સએ બલિદાન આપ્યું, તેના નામને આંતકવાદીઓની કરતૂતની જેમ સિરીઝમાં બતાવવામાં આવ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, અભિનેત્રી સામંથા અક્કેનેનીને આતંકવાદી બતાવવામાં આવી છે, જેનો પાકિસ્તાની આતંકવાદીઓ સાથે જોડાણો છે. આ બધી બાબતોથી તમિલ લોકો અને સંસ્કૃતિનું અપમાન થયું છે. આનાથી તમિલ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

આ પત્ર દ્વારા સાંસદ વાઇકોએ એમ પણ કહ્યું છે કે, તમિલનાડુ તેની સામે જોરદાર વાંધો ઉઠાવશે અને આ આગામી સિરીઝની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. આટલું જ નહીં, વાઇકોએ પોતાના પત્રમાં સિરીઝની રિલીઝને રોકવા માટે કહ્યું છે અને ચેતવણી પણ આપી છે કે, જો તેમ નહીં થાય તો તેનું પરિણામ સરકારે ભોગવવું પડશે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ સુમિતે રાજ્યસભાના સાંસદ વાઇકોનો આ પત્ર તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.