Site icon Revoi.in

આ દિવસથી શરૂ થશે ’વેલેન્ટાઈન વીક’, એક-એક દિવસને ખાસ બનાવો

Social Share

ફેબ્રુઆરી મહિનાને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે. વેલેન્ટાઈન-ડે 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. તેના પહેલા એક અઠવાડિયા સુધી વેલેન્ટાઈન ડે વીક હોય છે. આ અઠવાડિયાને રોમાન્સનું અઠવાડિયું કહેવામાં આવે છે. વેલેન્ટાઈન ડે વીકમાં કયા કયા દિવસ આવે છે જાણીએ.
• વેલેન્ટાઈન ડે વીક
7 ફેબ્રુઆરી – રોઝ ડે, બુધવાર
8 ફેબ્રુઆરી – પ્રપોઝ ડે, ગુરુવાર
9 ફેબ્રુઆરી – ચોકલેટ ડે, શુક્રવાર
10 ફેબ્રુઆરી – ટેડી ડે, શનિવાર
11 ફેબ્રુઆરી – પ્રોમિસ ડે, રવિવાર
12 ફેબ્રુઆરી – હગ ડે, સોમવાર
13 ફેબ્રુઆરી – કિસ ડે, મંગળવાર
14 ફેબ્રુઆરી – વેલેન્ટાઇન ડે, બુધવાર
• 14 ફેબ્રુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે, આ ખાસ દિવસ
વેલેન્ટાઈન ડેની શરૂઆત રોમન રાજા ક્લાઉડિયસના શાસનકાળ વખતે થઈ હતી. સેન્ટ વેલેન્ટાઇન એક રોમન પાદરીએ પહેવી વાર વેલેન્ટાઇન ડે ઉજવ્યો હતો. આ દિવસે પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તે નગરના રાજા ક્લાઉડિયસે સ્વીકાર કર્યો નહીં. રાજા ક્લાઉડિયસ માનતા હતા કે પ્રેમ માણસની બુદ્ધિનો નાશ કરે છે, તેથી તેણે તેના સૈનિકો અને મંત્રીઓને વિવાહ ન કરવાનો આદેશ આપ્યો, પણ સંત વેલેન્ટાઇને આ આદેશનું ઉલ્લંઘન કર્યું અને ઘણા સૈનિકો અને મંત્રીઓના લગ્ન કરાવ્યા. જ્યારે રાજાને આ વાતની જાણ થઈ તો તે ખૂબ ગુસ્સે થઈ ગયો અને તેણે 14 ફેબ્રુઆરીએ સંત વેલેન્ટાઈનને ફાંસી આપવાનો આદેશ આપ્યો. આ દિવસથી, સંત વેલેન્ટાઇનની યાદમાં દર વર્ષે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ઉજવવાનું શરૂ થયું.

પહેલો દિવસ રોઝ ડે. જેમા લોકો એક બીજાને ગુલાબ સાથે પોતાના પ્રેમની ભાવના વ્યક્ત કરે છે.

બીજો દિવસ પ્રપોઝ ડે. જેમાં ઘણા લોકો તેમના પાર્ટનરને લગ્ન માટે પ્રપોઝ કરે છે. અથવા પોતાના પ્રેમને વ્યક્ત કરે છે.

ચોકલેટ ડે, આ દિવસે લોકો એક બીજાને ચોકલેટ આપીને મિઠાઈ વહેંચે છે.

આ દિવસે લોકો એક બીજાને ટેડી બિયર્સ આપી ખુશીમાં રંગ ભરે છે. પ્રોમિસ ડે પર કપલ એક બીજાને પ્રોમિ કરે છે.

આ દિવસે કપલ એક બીજાને ગળે મળીને તેમની સંભાળ અને પ્રેમ વ્યક્ત કરે છે.

આ અઠવાડિયાનો છેલ્લો દિવસ છે કિસ ડે, જેમાં કપલ એક બીજાને પ્રેમ ભરી કિસ આપે છે.

અઠવાડિયાનો હાઈલાઈટ દિવસ છે વેલેન્ટાઈન ડે, જેમાં લોકો ખાસ કરીને તેમના પ્રેમની ઉજવણી કરે છે.