Site icon Revoi.in

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે નવા અવતારમાં જોવા મળશે,ચેન્નાઈની ICF ફેક્ટરીમાંથી પ્રથમ રેક રવાના

Social Share

દિલ્હી:  દેશમાં અત્યાર સુધીમાં અલગ- અલગ રૂટ પર 25 થી વધુ વંદે ભારત એક્સપ્રેસને સફળતાપૂર્વક ચલાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા સહિતના ઘણા રાજ્યોએ અત્યાર સુધીમાં વંદે ભારત એક્સપ્રેસ, દેશની સેમી-હાઈ સ્પીડ ટ્રેન પ્રાપ્ત કરી છે.

આ દરમિયાન વંદે ભારત એક્સપ્રેસનો નવો લુક સામે આવ્યો છે. સોશિયલ મીડિયા એક્સ પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે,જેમાં નવી વંદે ભારત એક્સપ્રેસને ICF કોચ ફેક્ટરી, ચેન્નાઈથી ફ્લેગ ઓફ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ ટ્રેન દેશના અમુક ભાગમાં દોડતી જોવા મળશે. નવી વંદે ભારત એક્સપ્રેસને કેસરી રંગથી રંગવામાં આવી છે. આ સાથે ગ્રે કલરની બોર્ડર લાઇન આપવામાં આવી છે. વંદે ભારતનો નવો લુક લોકોને આકર્ષી રહ્યો છે.

વંદે ભારત એક્સપ્રેસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના એકાઉન્ટ પર વંદે ભારત એક્સપ્રેસની નવી તસવીરો શેર કરી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે, નવી વંદે ભારત એક્સપ્રેસ એક અલગ રંગમાં જોવા મળી રહી છે. નવી વંદે ભારત એક્સપ્રેસ હાલની ટ્રેન કરતા અલગ દેખાવા જઈ રહી છે. નવી ટ્રેન કેસરી અને ગ્રે કલરની બોર્ડરમાં આવશે. મળતી માહિતી મુજબ, તેનો પહેલો રેક ટૂંક સમયમાં જ રોલઆઉટ થવા જઈ રહ્યો છે.

દેશના અલગ-અલગ રૂટ પર દોડતી વંદે ભારત એક્સપ્રેસ દોડી રહી છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો હાલમાં રૂટ પર દોડી રહી છે. તે સફેદ રંગની છે અને વાદળી કિનારી ધરાવે છે. ટ્રેનના એન્જિનને સફેદ રંગની સાથે વાદળી બોર્ડર આપવામાં આવી છે. જે ઘણા લોકોને આકર્ષે છે. લોકો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જોવા અને તેની સાથે સેલ્ફી લેવા માટે સ્પર્ધા કરે છે.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ટૂંક સમયમાં દેશમાં સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પણ આવશે. તેમણે માહિતી આપી હતી કે સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ પાંચ કલાકથી વધુ અને 400 કિમીથી વધુનું અંતર ધરાવતા સ્ટેશનો માટે ચલાવવામાં આવશે. સ્લીપર કોચ જોડવાથી રેલ્વેની આવકમાં પણ વધારો થશે અને મુસાફરોને ઓછા સમયમાં તેના સ્ટેશન પર લઈ જવામાં આવશે. આ દરમિયાન ટ્રેનની સ્પીડ 130 કિ.મી. પ્રતિ કલાકથી વધુ હશે.