Site icon Revoi.in

વાસ્તુ શાસ્ત્ર સ્પેશિયાલીસ્ટ ચંદ્રશેખર ગુરુજીની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા – સીસીટીવીમાં ઘટના કેદ

Social Share

દિલ્હીઃ- કર્ણાટકના હુબલી જિલ્લાની એક પ્રખ્યાત હોટલમાં મંગળવારે સવારે સરલ વાસ્તુ ફેમ ચંદ્રશેખર ગુરુજીની ચાકુ મારીને હત્યાની ઘટના સામે આવી છે, પોલીસને શંકા છે કે ગુરુજી શહેરની પ્રેસિડેન્ટ હોટેલમાં બિઝનેસના હેતુથી કોઈને મળવા આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે હોટલના રિસેપ્શન પર બે વ્યક્તિએ તેમને ચાકુના ઘા ઝિક્યા હતા. ઘટના બાદ ઘટનાસ્થળે હાજર લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, પોલીસે ફરાર હત્યારાઓની શોધ શરુ કરી છે. હુબલીના પોલીસ કમિશનર લાભુરામને ઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ કમિશનરે કહ્યું, “મોબાઈલ ટાવરના આધારે અમને કેટલીક માહિતી મળી છે. અમે તપાસ બાદ હત્યાનો હેતુ જાણીશું. અમે પરિવારના સભ્યોના નિવેદન પણ નોંધી રહ્યા છીએ.”

હુબલીના પોલીસ કમિશનર લાભુરામને ઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે આ કેસની તપાસ શરુ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે ચંદ્રશેખર ગુરુજી એક હોટલમાં ગયા હતા જ્યાં રિસેપ્શનમાં બે લોકોએ તેમને ચપ્પુ માર્યું હતું. જેના કારણે ત્યાં અરાજકતા સર્જાઈ હતી. ઘટનાને અંજામ આપીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરાર હત્યારાઓની શોધખોળ શરુ કરી છે.

બાગલકોટના વાસ્તુ નિષ્ણાત ચંદ્રશેખર ગુરુજીએ તેમની કારકિર્દી કોન્ટ્રાક્ટર તરીકે શરૂ કરી હતી. બાદમાં તેને મુંબઈમાં નોકરી મળી, જ્યાં તે સ્થાયી થયા. બાદમાં, તેમણે પાછળથી ત્યાં તેમનો સ્થાપત્ય વ્યવસાય કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે ઘટનાના ત્રણ દિવસ પહેલા હુબલીમાં તેના પરિવારના એક બાળકનું પણ મોત થયું હતું.