Site icon Revoi.in

Vastu Tips:તકિયા નીચે આ વસ્તુને ક્યારેય ન રાખો,નહીં તો તમારા ખરાબ દિવસો શરૂ થઈ જશે !

Social Share

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે કાંડા પર પહેરવામાં આવતી ઘડિયાળ વિશે વાત કરીશું. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લોકો સૂતી વખતે હાથમાં પહેરેલી ઘડિયાળ પોતાના ઓશિકા નીચે રાખે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળને તકિયા નીચે રાખીને ક્યારેય સૂવું ન જોઈએ.

ઘડિયાળને તકિયા નીચે રાખીને સૂવાથી તેનો અવાજ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે, સાથે જ તેમાંથી નીકળતા ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગોની પણ આપણા મન અને હૃદય પર ખરાબ અસર પડે છે. આ તરંગોને કારણે આખા રૂમમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જે તમારી માનસિક શાંતિને ખલેલ પહોંચાડે છે અને મૂંઝવણ પેદા કરે છે. તમારી વિચારધારાને પણ નકારાત્મક બનાવે છે.

પલંગ પર પુસ્તક ન મૂકશો

વાસ્તુશાસ્ત્ર અનુસાર માથા નીચે પુસ્તક રાખીને સૂવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. તેની સાથે જીવનમાં પ્રગતિ પણ અટકી જાય છે. આ સિવાય પલંગ પર પુસ્તક અને પેન રાખીને સૂવાથી તમારી આર્થિક સ્થિતિ પર પણ અસર પડે છે. પૈસા ઉપરાંત, તે તમારા સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે.

દવાઓને રાખો દૂર

વાસ્તુશાસ્ત્રો અનુસાર ઓશીકું નીચે દવાઓ રાખીને ક્યારેય સૂવું ન જોઈએ. આમ કરવાથી તમારી આસપાસ નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ સાથે જ બીમારીઓ જીવનભર તમારો પીછો છોડતી નથી.

Exit mobile version