Site icon Revoi.in

ઉપરાષ્ટ્રપતિએ ‘ઉગાદી, ગુડી પડવો,ચૈત્ર શુક્લાદી અને ચેટી ચાંદ’ની રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

Social Share

દિલ્હી:ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ ‘ઉગાદી, ગુડી પડવા, ચૈત્ર શુક્લાદી અને ચેટી ચાંદ’ના પર્વ પર રાષ્ટ્રના લોકોને શુભેચ્છા પાઠવી છે.

‘ઉગાદી, ગુડી પડવા, ચૈત્ર શુક્લાદી અને ચેટી ચાંદ’ના આનંદ અને શુભ અવસર પર હું આપણા દેશના તમામ નાગરિકોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું.

આ તહેવારો પરંપરાગત નવા વર્ષની શરૂઆતને ચિહ્નિત કરે છે અને આપણા જીવનમાં નવી આશા અને આનંદ લાવે છે.

આપણા દેશના વિવિધ રાજ્યોમાં વિવિધ પરંપરાગત રીતે ઉજવાતા આ તહેવારો આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને તેમાં રહેલી એકતા દર્શાવે છે.

હું ઈચ્છું છું કે આ તહેવાર આપણા દેશમાં સમૃદ્ધિ અને ખુશહાલી લાવે અને દેશના લોકો વચ્ચે ભાઈચારાના સંબંધોને વધુ મજબૂત બનાવે.