Site icon Revoi.in

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ કોરોના પોઝિટિવ,એક સપ્તાહ માટે આઈસોલેશનમાં રહેશે

Social Share

હૈદરાબાદ:દેશના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.તેણે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.

વેંકૈયા નાયડુ હાલ હૈદરાબાદમાં છે. તેણે આજે તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો, જેમાં તે સંક્રમિત જાણવા મળ્યા છે. તેણે એક સપ્તાહ સુધી સેલ્ફ આઈસોલેશનમાં રહેવાનો નિર્ણય લીધો છે.નાયડુએ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતાને આઈસોલેટ કરવા અને ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.

દેશમાં કોરોના અને ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે.દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ત્રણ લાખ 37 હજાર 704 નવા કેસ નોંધાયા છે અને 488 લોકોના મોત થયા છે.તો, કોરોનાના સૌથી ઝડપથી ફેલાતા પ્રકાર ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે.ઓમિક્રોન વેરિયન્ટના 10 હજાર 50 કેસ નોંધાયા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ હવે 17.22% છે