Site icon Revoi.in

VIDEO: INS વિક્રમાદિત્ય પર સવાર થઈને મશીનગનથી રાજનાથસિંહે કર્યું ફાયરિંગ

Social Share

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રમાદિત્યની મુલાકાત લીધી છે. આ મુલાકાત દરમિયાન રાજનાથસિંહે આઈએનએસ વિક્રમાદિત્ય પરથી મીડિયમ મશીન ગનથી ફાયરિંગ પણ કર્યું છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ મશીનગનથી તાબડતોબ ફાયરિંગ કરતા દેખાઈ રહ્યા છે. એક જવાન તેમની બાજુમાં બુલેટ બેલ્ટ પકડીને ઉભેલો દેખાય રહ્યો છે. તેમાથી ખૂબ જ ઝડપથી બુલેટ નીકળી રહી છે. મહત્વપૂર્ણ છે કે આના પહેલા રાજનાથસિંહ તાજેતરમાં યુદ્ધવિમાન તેજસમાં પણ ઉડ્ડયન કરી ચુક્યા છે.

રાજનાથસિંહે રવિવારે સવારે સુરક્ષાકર્મીઓની સાથે યોગાભ્યાસ પણ કર્યો હતો. આઈએનએસ વિક્રમાદિત્ય પર આયોજીત કાર્યક્રમમાં રાજનાથસિંહે પાકિસ્તાન પર વાકપ્રહાર કરતા કહ્યુ હતુ કે ભારત 26-11ના હુમલાને ક્યારેય ભૂલી શકશે નહીં અને જે ચૂક થઈ, તેનું ક્યારેય પુનરાવર્તન થશે નહીં. તેમણે કહ્યુ છે કે દુનિયાના દરેક દેશની પાસે પોતાની સુરક્ષા માટે પુરતી વ્યવસ્થા હોવી જોઈએ. અમે કોઈપણ આસંકા અથવા આતંકવાદના ખતરાને હળવાશથી લઈ શકીએ નહીં.

રાજનાથસિંહે શનિવારે ભારતીય નૌસેનાને સ્કોર્પિયન ક્લાસની અત્યાધુનિક સબમરીન આઈએનએસ ખંડેરીની પણ સોંપણી કરી હતી. ત્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યુ હતુ કે આતંકી સમુદ્રના માર્ગે હુમલો કરી શકે છે. માટે સમુદ્રી શક્તિને વધારવાની જરૂરત છે. આઈએનએસ ખંડેરી એક વખતમાં 45 દિવસો સુધી પાણીની અંદર રહી શકે છે અને બેહદ શાંત હોવાને કારણે તેને સાઈલન્ટ કિલર પણ કહેવામાં આવે છે.