Site icon Revoi.in

વિજય માલ્યાના વકીલની SC ને અપીલ – માલ્યાની કોઈ ભાળ નથી,મને કેસમાંથી હટાવવી લેવામાં આવે

Social Share

દિલ્હીઃ-જ વિજય માલ્યા નામ કોઈના માટે અજાણ નથી, કૌંભાડ મામલે માલ્યા સામે ઘણા સમયથી કાર્યવાહી ચાલી રહી છે,ભાગેડૂ માલ્યાને ભારતમાં લાવવા માટે પ્ર.ત્નો થી રહ્યા છે જો કે તેનો કોઈ અતોપતો નથી, ત્યારે હવે ઉદ્યોગપતિ વિજય માલ્યાના કંટાળેલા વકીલે વિતેલા દિવસને  ગુરુવારે સુપ્રીમ કોર્ટને ભાગેડુ વેપારી સંબંધિત કેસમાંથી મુક્તિ આપવા વિનંતી કરી હતી. તેણે કહ્યું કે માલ્યા શોધી શકાતો નથી અને કોઈપણ સંદેશાવ્યવહારનો જવાબ આપતો નથી.

ખંડપીઠે વકીલને કેસમાંથી દૂર કરવા માટે પ્રક્રિયા અનુસરવાની મંજૂરી આપી હતી. તેમને માલ્યાના ઈ-મેલ આઈડી અને રહેણાંકના હાલના સરનામા વિશે કોર્ટ રજિસ્ટ્રીને જાણ કરવા કહ્યું હતું

આ અપીલ કરવાનું કારણ એ છે કે  હાલમાં યુકે સ્થિત લિકર વેપારી માલ્યા સાથે તેઓ  કોઈ સંપર્ક કરી શકતા નથી. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ હિમા કોહલી, વકીલે કહ્યું, ‘હું આ કેસમાંથી હટી  જવા માંગુ છું. મને આ વ્યક્તિ તરફથી કોઈ સૂચના મળી રહી નથી. બેન્ચ માલ્યા દ્વારા સ્ટેટ બેંક સાથેના નાણાકીય વિવાદ અંગે દાખલ કરાયેલી બે વિશેષ રજા અરજીઓ પર વિચાર કરી રહી હતી.

ઉલ્લેખનીય છે કે, જુલાઈમાં સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ કોર્ટની અવમાનના બદલ ચાર મહિનાની જેલની સજા ફટકારી હતી. કોર્ટે ભારત સરકારના અધિકારીઓને દેશમાં માલ્યાની હાજરી સુનિશ્ચિત કરવા પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે જુલાઈમાં માલ્યાને ચાર મહિનાની સજા સંભળાવી હતી, જે તેના નિષ્ક્રિય કિંગફિશર એરલાઈન્સના તિરસ્કારના કેસમાં રૂ. 9,000 કરોડથી વધુના બેંક લોન ડિફોલ્ટ કેસમાં આરોપી છે. તેણે એમ પણ જણાવ્યું હતું કે માલ્યાએ ચાર અઠવાડિયાની અંદર વ્યાજ સાથે $40 મિલિયન ફરીથી જમા કરાવવું જોઈએ અને તેનું પાલન કરવામાં તેની નિષ્ફળતા મિલકતોને જપ્ત કરવા તરફ દોરી જશે.

વિતેલા દિવસે 3 નવેમ્બરના રોજ, માલ્યાના સુપ્રીમ એડવોકેટ-ઓન-રેકોર્ડ, EC અગ્રવાલાએ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને હિમા કોહલીની બેંચને જણાવ્યું હતું કે, “મારી માહિતી મુજબ, માલ્યા યુનાઇટેડ કિંગડમમાં રહે છે પરંતુ તે અત્યારે મારી સાથે વાતચીત કરી રહ્યો નથી અને મારી પાસે માત્ર તેનું ઈમેલ એડ્રેસ છે. કારણ કે તે શોધી શકાતો નથી અને ભારતમાં ક્યાંય દેખાતો નથી, તેથી મને તેનું પ્રતિનિધિત્વ કરવાથી મને હટાવવામાં આવે