Site icon Revoi.in

મણીપુરમાં હિંસા યથાવત ,ગોળી મારી હત્યા કરાયેલ એક મહિલા સહીત બે મૃતદેહ મળી આવ્યા

Social Share
ઈમ્ફાલ- મણીપુરમાં મે મહિનાથી શરુ થયેલી હિંસાનો દોર હજી પણ અટકવાનું નામ લઈ રહ્યો નથી ત્યારે આજરોજ ગુરુવારે મળેલી માહિતી પ્રમાણે વિતેલા દિવસે ફરી હત્યા કરાયેલી એક મહિલા સહીતના મૃતદેહ મળી હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે  મણિપુરના ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લામાંથી ગોળીથી ઘાયલ એક મહિલા સહિત બે મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે ગુરુવારે આ ઘટનાની માહિતી આપી હતી.એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બુધવારના રોજ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના તૈરેનપોકપી વિસ્તાર નજીક એક આધેડ મહિલાનો મૃતદેહ તેના માથા પર ગોળીથી ઘાયલ મળી આવ્યો હતો.
 
પોલીસેઆ બબાતને લઈને વઘુમાં  કહ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પ્રાદેશિક ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ઈમ્ફાલમાં મોકલવામાં આવ્યો છે. મણિપુરમાં બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, મંગળવારે મોડી રાત્રે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના તખોક મપાલ માખા વિસ્તારમાંથી આશરે 40 વર્ષની વયના માનવામાં આવતા એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ બાબતે સ્થાનિક લોકોએ એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મેળવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની આંખ પર પટ્ટી બાંધેલી હતી, તેના હાથ તેની પીઠ પાછળ બાંધેલા હતા અને તેના માથા પર ગોળીઓના ઘા હતા.
અધિકારીએ કહ્યું ઘટનાને પગલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. ઘણા લોકો ગુમ છે અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે મૃત મહિલા ચાર ગુમ થયેલ વ્યક્તિઓમાંથી એક હોવાનું માનવામાં આવે છે જેમને તાજેતરમાં ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં કંગચુપ તળેટીમાંથી “અજાણ્યા માણસો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું”.
મે મહિનાથઈ શરુ થયેલી મણીપુર હિંસામાં અત્યાર સુધીમાં 180 લોકોના મોત થયા છે મે મહિનામાં વંશીય સંઘર્ષ પ્રથમ વખત ફાટી નીકળ્યો ત્યારથી મણિપુર વારંવાર હિંસાથી પ્રભાવિત છે. ત્યારથી અત્યાર સુધીમાં 180 થી વધુ લોકોના મોત થયા છે.