Site icon Revoi.in

મણીપુરમાં ઉગ્રવાદીઓ એ પેટ્રોલિંગ કરવા ગયેલા જવાનો પર કર્યો હુમલો

Social Share

ઇમ્ફાલ – મે મહિનાની શરૂઆતથીજ  મણિપુર માં હિંસા શરૂ થઈ હતી જે અત્યાર સુધી અટકવનઈઉ નામ આજ નથી લઈ રહી ઉગ્રવાદીઓ દ્વારા સતત હિંસાને અંજામ આપવામાં આવી રહ્યો છે . ત્યારે હવે જવાનો પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો છે .

પ્રાપ્ત જાણકારી મુજબ આજરો ગુરુવારે  મણિપુરમાં પેટ્રોલિંગ પર રહેલા આસામ રાઈફલ્સના જવાનો પર  આતંકીઓ દ્વારા નિશાન સાધવામાં આવ્યું હતું . તેંગગાનુપલ જિલ્લાના સાયબોલ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા  પહેલા ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસથી વિસ્ફોટ કર્યો હતો. ત્યારબાદ આસામ રાઈફલ્સની ટુકડી પર ઓચિંતો હુમલો કરવામાં આવ્યો હતો.
વધુ જાણકારી અનુસાર ભારતીય સેનાના આસામ રાઈફલ્સના સૈનિકો નિયમિત પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ  આતંકવાદીઓએ પહેલા આઈઈડી પ્લાન્ટ કરીને વિસ્ફોટને અંજામ આપ્યો હતો. ત્યારપછી સેનાના વાહનો પર ગોળીઓ ચલાવવામાં આવી.
 ઘટનાને લઈને મળેલી મહિત્રી પ્રમાણે આતંકવાદીઓના આ હુમલામાં એક પણ સૈનિક ઘાયલ થયો ન હતો, કારણ કે તમામ ‘માઈન પ્રોટેક્ટેડ વ્હીકલ’ (લેન્ડમાઈન હુમલા સામે રક્ષણ આપતું વાહન)માં મુસાફરી કરી રહ્યા હતા પહેલા IED બ્લાસ્ટ કરવામાં આવ્યો અને પછી આતંકીઓ તરફથી ગોળીઓ છોડવામાં આવી.જોકે તમામ સૈનિકો સુરક્ષિત હોવાનુ કેહવાઈ રહ્યું છે 
Exit mobile version