Site icon Revoi.in

મેધાલયમાં હિંસા યથાવતઃ સીએમના ઘરને નિશાન બનાવ્યા બાદ હવે રાજ્યપાલના કાફલા પર કરાયો હુમલો

Social Share

શિલોંગઃ- છેલ્લા કેટલાક દિવસોથી દેશના રાજ્ય મેધાલયમાં હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા દિવસને મંગળવારના રોજ મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકના કાફલા પર કેટલાક તોફાની તત્વોએ હુમલો કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે મલિક ગુવાહાટી એરપોર્ટથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ તેના કાફલામાં દોડતી ગાડીઓ પર પથ્થરમારો કર્યો હતો.જો કે આ ઘટનામાં હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી.

મેઘાલયમાં ચાલી રહેલી હિંસાને લઈને 18 ઓગસ્ટ એટલે કે આજે સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ છે. હાલમાં, ઓછામાં ઓછા ચાર જિલ્લાઓમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવાઈ છે. સરકારે આ નિર્ણય સ્વતંત્રતા દિવસ પર અંતિમયાત્રા દરમિયાન પ્રતિબંધિત હાયનીવટ્રેપ નેશનલ લિબરેશન કાઉન્સિલના સ્વયંભૂ મહાસચિવ ચેરીસ્ટરફિલ્ડ થાંગખિયુના સમર્થકો દ્વારા તોડફોડ અને હિંસાને કારણે લાવાયો છે. થાંગખિયુ તાજેતરમાં થયેલા પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો, જેના કારણે શિલોંગમાં હિંસાનું રુપ સર્જાયું

જો કે આ  પહેલા રવિવારે પણ અસામાજીક તત્વો દ્વારા મેધાલયના સીએમના ઘરને નિશાન બનાવાયું હતું ,તેમના ઘરની બહાર પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો, જો કે તેમાં  કોઈ જાનહાનિ થઈ નહોતી. જો કે, મુખ્યમંત્રીએ પોલીસ એન્કાઉન્ટરમાં ભૂતપૂર્વ આતંકવાદીના મોતની તપાસની જાહેરાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં શિલોંગમાં ઘણી જગ્યાએ IED મળી આવ્યા છે. પોલીસ કેટલાક લોકોની ધરપકડ કરવા માટેની ઝડપી કવાયત હાથ ઘરી છે.