Site icon Revoi.in

વાયરલ વિડીયો:બરફમાં બાળકની જેમ મસ્તી કરતું જોવા મળ્યું રીંછ

Social Share

સોશિયલ મીડિયા પર વન્યજીવોને લગતા વીડિયો સૌથી વધુ શેર કરવામાં આવે છે. તેમના વ્હુઝ અને લાઈક્સ વધુ હોય છે.કારણ કે પ્રાણીઓના વીડિયોમાં ઘણીવાર કંઈક ફની અને અનોખી વસ્તુ જોવા મળે છે, જે લોકોના થાક અને ખાલી સમયમાં મનોરંજન કરવાનું કામ કરે છે.લોકો માત્ર આ વીડિયો જ નથી જોતા પરંતુ આવા વીડિયોને એકબીજા સાથે ઉગ્રતાથી શેર પણ કરે છે.આવી જ એક ક્લિપ આજકાલ વાઈરલ થઈ રહી છે.જેને જોયા પછી તમારું અંદરનું બાળક ચોક્કસ બહાર આવી જશે.

કેટલાક પ્રાણીઓ એટલા સુંદર હોય છે કે તેમની હરકતો જોઈ તમારું દિલ ખુશ થઈ જાય છે. પાંડાની ગણતરી આવા સુંદર પ્રાણીઓમાં થાય છે, આ પ્રાણીઓ ભુલક્કડ, નાસમજ અને મનમોહક હોય છે, જેમના વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થાય છે. હવે આ ક્લિપ પોતે જ જુઓ જ્યાં હિમવર્ષા દરમિયાન પાંડા મસ્તી કરતા જોવા મળે છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સુંદર રીંછ મસ્તી કરતા દેખાઈ રહ્યું છે. તે બરફની અંદર ફ્રોલિક કરીને સ્નોફોલનો આનંદ માણી રહ્યો છે.તે બરફના ઢગલામાં ખૂબ જ મસ્તી કરી રહ્યું છે. આમ કરીને તે પોતાના માટે બિલ પણ બનાવી રહ્યું છે.આ સાથે તે પોતાના હાથ પર પડેલો બરફ પણ ખુશીથી ખાતા જોવા મળે છે.એકંદરે રીંછને જોઈને એક વાત સમજાય છે કે તે ફૂલ મસ્તીના મૂડમાં છે.

આ વીડિયોને ટ્વિટર પર Buitengebieden નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. એક યુઝરે લખ્યું – રીંછના આ સૂટમાં કોઈ માણસ તો નથી ને કારણ કે તે તેની જેમ જ મસ્તી કરી રહ્યું છે, જ્યારે અન્ય એક યુઝરે કમેન્ટ કરી – બરફવર્ષા જોઈને કોઈનું મન ખુશ થઈ શકે છે, પછી ભલે તે પ્રાણી હોય! આ સિવાય અન્ય ઘણા લોકોએ આ અંગે કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે.