Site icon Revoi.in

વાયરલ વીડિયો: કોકા કોલામાંથી બનાવી મેગી,લોકોએ કહ્યું હદ થઈ ગઈ હવે તો..

Social Share

લોકોને ખાવાનો ચસ્કો તો હોય છે, અને નવી નવી પ્રકારની વાનગીઓને ટેસ્ટ પણ કરતા હોય છે. આવામાં ક્યારેક સારૂ જમવા મળી જાય તો ક્યારેક એવું પણ જોવા મળી જાય કે જેને જોઈને ઉલ્ટી થઈ જાય તો પણ નવાઈ નથી. આવો જ એક વીડિયો વાયરલ થયો છે જેને જોઈને લોકો કહે છે કે અરેરેરે.. હવે તો સાવ હદ થઈ ગઈ.. આવું તો સાવ ના હોય..

આ વીડિયોમાં જોવા મળે છે કે એ વ્યક્તિએ કોકાકોલા સોડામાંથી મેગી બનાવી અને આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને જોયા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્ટ્રીટ વેન્ડર કહે છે – હવે અમે કોક મેગી બનાવવા જઈ રહ્યા છીએ. આ પછી તે તપેલીમાં ઘણું તેલ નાખે છે. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચા અને ટામેટા ઉમેરીને બરાબર ફ્રાય કરે છે. આ પછી, મસાલો નાખ્યા પછી, તેને શેક્યા પછી, તેમાં કોક નાખે છે.

આ વિચિત્ર ફૂડ કોમ્બિનેશનનો વીડિયો યુટ્યુબ પર Desi Food Crafts નામની ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે, જે હવે વાયરલ થયો છે. ચેનલે તેના ફેસબુક એકાઉન્ટ પર પણ વીડિયો અપલોડ કર્યો હતો, પરંતુ ઈન્ટરનેટ વપરાશકર્તાઓના ઉગ્ર ગુસ્સા બાદ તેને કાઢી નાખ્યો હતો.

Exit mobile version