Site icon Revoi.in

કોકોનટ-મેંગો શેકનો વાયરલ વીડિયો,લોકોએ પુછ્યું કે આને ખાવાનું કે પીવાનું?

Social Share

ગરમીનો માહોલ ચાલી રહ્યો છે, લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે અને ગરમીથી બચવા માટે હંમેશા કઈક ઠંડુ ખાવાનું વિચારતા હોય છે. લોકો આઈસક્રીમ, શેક પીવાનું વધારે પસંદ કરતા હોય છે આવામાં એક વાયરલ વીડિયોમાં જોવા મળ્યું છે કે એક વ્યક્તિ કોકોનટ-મેંગો શેક બનાવી રહ્યું છે અને લોકો પુછી રહ્યા છે કે આ વસ્તુને ખાવાની કે પીવાની.?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વિક્રેતા નારિયેળ અને કેરીને મિક્સ કરીને શેક તૈયાર કરી રહ્યો છે. સૌ પ્રથમ, તે કેરીના પલ્પના નાના ટુકડા કરે છે. આ પછી તેને નારિયેળના દૂધમાં મિક્સ કરીને ડ્રાયફ્રૂટ્સ અને મિલ્ક મલાઈથી ગાર્નિશ કરીને લોકોને પીરસી રહ્યો છે.

https://www.instagram.com/reel/Cd2SLbAFnPM/?utm_source=ig_embed&ig_rid=5cac61d3-34cd-48b5-a49c-29033f82f7dc

આ વિચિત્ર કોમ્બિનેશન શેકનો વીડિયો Instagram પર foodie_incarnate નામના પેજ પર શેયર કરવામાં આવ્યો છે. ફૂડ બ્લોગરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘મુંબઈનો કોકોનટ મેંગો શેક.’ એક દિવસ પહેલા શેયર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 28 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું છે કે, ‘એને ખાવું કે પીવું, પહેલા કહો.’ તે જ સમયે, એક અન્ય યુઝરે કહ્યું, તે જોવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, ‘પણ તેને ખાવા કે પીવામાં બહુ મુશ્કેલી હશે.’

Exit mobile version