Site icon Revoi.in

વાયરલ વીડિયો, ભારત સામે હાર થતા પાકિસ્તાનના ખેલાડી રડતા જોવા મળ્યો

Social Share

દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને જોવા માટે તો વિશ્વભરમાં રહેતા પાકિસ્તાની અને ભારતીયોની નજર રાહ જોતી હોય છે. આ મેચમાં એવુ પણ કહી શકાય કે બંન્ને દેશના ખેલાડીઓ દેશચાહથી મેદાનમાં ઉતરતા હોય છે અને પુરા જોરથી મેચને જીતવાનો પ્રયાસ કરતા હોય છે. દરેક મેચને લઈને વીડિયો પણ વાયરલ થતા હોય છે અને છેલ્લે જે મેચ રમાઈ એશિયાકપ-2022માં તેના પણ કેટલાક વીડિયો વાયરસ થઈ રહ્યા છે જેમાંથી એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પાકિસ્તાની ક્રિકેટર હાર બાદ રડતા રડતા બહાર નીકળી રહ્યો છે.

https://www.instagram.com/reel/Ch1xVHvItxN/?utm_source=ig_embed&ig_rid=ecde70ed-5564-4ba7-86d7-bafe6b1071b8

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે નસીમ શાહ ભારત સામેની મેચ પૂરી થયા બાદ રડતા રડતા મેદાનની બહાર જઈ રહ્યા છે. તે ખેંચાણના દર્દથી ખૂબ જ પરેશાન જણાય છે, આ દરમિયાન જ્યારે તેને પાણી આપવામાં આવ્યું ત્યારે તે પાણી લેવાનો પણ ઇનકાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો ક્લિપ DBTV સ્પોર્ટ્સના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવી છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યારે નસીમ મેદાનમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે તે પોતાના હાથથી મોં ઢાંકતો જોવા મળ્યો હતો. જાણે તે આંસુ લૂછતો હતો.

નસીમ શાહે પહેલી જ ઓવરમાં કેએલ રાહુલને શૂન્ય પર બોલ્ડ કર્યો હતો. આ પછી તેણે સૂર્યકુમાર યાદવને પણ પોતાનો શિકાર બનાવ્યો. તે જ સમયે, આ મેચમાં નસીમ શાહે 4 ઓવરમાં 27 રન આપીને 2 ખેલાડીઓને આઉટ કર્યા હતા.

Exit mobile version