Site icon Revoi.in

ઇન્સ્ટાગ્રામ: ક્રિકેટર કોહલીના ફોલોઅર્સ પીએમ મોદી અને ધોનીથી પણ વધારે

Social Share

મુંબઈ: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો છે. આ વખતે તેણે ક્રિકેટ મેદાનની બહાર એવો રેકોર્ડ બનાવ્યો છે કે, ભારત સિવાય એશિયામાં કોઈએ તે બનાવ્યો નથી. વિરાટ કોહલીનો આ રેકોર્ડ ઇન્સ્ટાગ્રામ સાથે સંકળાયેલો છે. 10 કરોડ ફોલોઅર્સ ધરાવતા તે પ્રથમ ભારતીય અને એશિયન વ્યક્તિ છે. આ સાથે તે આ સ્થાન પર પહોંચનાર પ્રથમ ક્રિકેટર પણ છે. 1 માર્ચ 2021 ના રોજ તેમણે આ કમાલ કર્યું. આઇસીસીએ પણ તેમના કારનામા અંગે ટ્વીટ કર્યું છે. આમાં તેણે 10 કરોડથી વધુ ફોલોઅર્સવાળા લોકોના ફોટા પોસ્ટ કર્યા છે. આ સાથે જ લખ્યું છે કે, ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સવાળા પહેલા ક્રિકેટર વિરાટ કોહલી.

ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ મુજબ,દુનિયામાં ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સૌથી અગ્રેસર છે. તેના 266 મિલિયન એટલે કે 26.6 કરોડ ફોલોઅર્સ છે. તે પછી એરિયાના ગ્રાંડે 22.4 કરોડ,અભિનેતા ડ્વેન જોનસનના 2.20 કરોડ,કાઇલી જેનરના 2.18 કરોડ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે. 100 મિલિયનથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની લિસ્ટમાં ફક્ત ચાર ખેલાડીઓ છે. રોનાલ્ડો ઉપરાંત લિયોનેલ મેસી 18.7 કરોડ, બ્રાઝિલના ફુટબોલર નેમાર 14.7 કરોડ અને હવે વિરાટ કોહલીનું નામ છે.

ભારતીય લોકોમાં કોહલી બાદ ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકા ચોપડાના 60.8 મિલિયન એટલે કે 6.08 કરોડ ફોલોઅર્સ છે. ત્યારબાદ શ્રદ્ધા કપૂર છે, જેમના 5.8 કરોડ ફોલોઅર્સ છે. દીપિકા પાદુકોણના 5.33 કરોડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 5.12 કરોડ ફોલોઅર્સ છે.તો,કોહલી બાદ ક્રિકેટમાં મહેન્દ્રસિંહ ધોનીના સૌથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે.અને ત્યારબાદ સચિન તેંડુલકરનું નામ છે.

વિરાટ કોહલી હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ સાથે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં રમી રહ્યા છે. તેઓ અમદાવાદમાં ચોથી ટેસ્ટની તૈયારીઓ કરી રહ્યા છે. ભારત ચાર મેચની સિરીઝમાં 2-1 થી આગળ છે. છેલ્લી ટેસ્ટમાં જીત અથવા ડ્રો સાથે તે જૂનમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પ્રવેશ કરશે.

-દેવાંશી