Site icon Revoi.in

સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર તહેવારમાં રહેશે બંધ, કોરોનાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

Social Share

વીરપુર: શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે જલારામ ભક્તો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર જન્માષ્ટમી તહેવારો દરમિયાન બંધ રહેશે. જલારામ બાપાનું મંદિર અને અન્નક્ષેત્ર તારીખ 27 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર એમ 6 દિવસ સુધી બંધ રહેશે.

જન્માષ્ટમીના તહેવારના પગલે કોરોના સંક્રમણ ન ફેલાઈ તે માટે મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને લઈને  મંદિર અને અન્નક્ષેત્રમાં ભીડ ના થાય તે માત્ર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે તા.2 સપ્ટેમ્બરને ગુરૂવારથી ભક્તો પૂજ્ય જલારામ બાપાના દર્શન રાબેતા મુજબ કરી શકશે.

કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને હજૂ પણ લોકો મંદિરો દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવે છે. લોકોમાં ભગવાન માટે ભક્તિ, આસ્થા અને શ્રધ્ધા તો છે જ પણ કોરોના પણ ન ફેલાય તેનું પણ ધ્યાન રાખવાનું છે. ભક્તોમાં ભગવાન પ્રત્યે શ્રધ્ધા છે તેને ધ્યાનમાં રાખીને મંદિરને તહેવારો બાદ રાબેતા મુજબ શરૂ પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર દેશમાં જે રીતે આવી હતી તેના કારણે મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો છે અને ફરીવાર તેવું થાય તે માટે અગાઉ પગલા લેવામાં આવી રહ્યા છે.