Site icon Revoi.in

ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો, સોલાર વિલેજ મોઢેરાની પ્રતિકૃતિ જોવા મુલાકાતીઓ બન્યા ઉત્સાહિત

Social Share

ગાંધીનગરઃ  વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો  2024માં ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જી યુ વી એન એલ) અને (જીપીસીબી) ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ પ્રોજેક્ટ અને મોઢેરા ટાઉન સોલરાઈઝેશન  તથા સ્માર્ટ મીટરની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે.

GUVNL દ્વારા પ્રદર્શિત મોઢેરા ટાઉન સોલરાઈઝેશન ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ સોલર રૂફ્ટોપ વિશે જાણવાની ઉત્સુકતા જગાવી છે. મોઢેરા તથા આસપાસના ગામોમાં એક કિલો વોટના સોલર રૂફટોપ લગાવવામાં આવ્યા છે જેનાથી દરેક ઘર વીજળીયુક્ત અને બિલ મુક્ત બન્યું છે. મોઢેરામાં છ મેગા વોટ ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્લાન્ટ પણ સ્થાપવામાં આવ્યો છે તેથી આસપાસના દરેક ગામના ઘરોમાં પણ રાત્રે વીજળી મળી રહે છે.

સ્માર્ટ પ્રિપેઇડ મીટર અને પીએમ કુસુમ પ્રોજેક્ટ એ સર્વર સાથે કનેક્ટેડ પ્રોજેક્ટ છે. જેનાથી હવે દરેક વીજળી ઉપભોક્તા પોતાના ઘરના મીટરનું રીડિંગ રોજે રોજ ઓનલાઇન એપ દ્વારા જોઈ શકશે. આ પ્રોજેક્ટ યુ. જી. વી. સી. એલ અને પ્રજાજનો વચ્ચેનો સંપૂર્ણ પારદર્શક કમ્યુનિકેશન માટેનો છે. ગુજરાતના અંદાજિત એક કરોડ 67 લાખ ઘરોમાં ઇલેક્ટ્રિસિટી માટે નવા prepaid સ્માર્ટ મીટર વર્ષ- 2025 સુધીમાં  કાર્યરત કરવામાં આવશે.

ગ્રીન હાઈડ્રોજનની વિશેષતા છે કે જે ગંદા (ડિસેલિનેશન વોટર) ને  સાદા પાણીમાં ફેરવી ઇલેક્ટ્રોલાઇઝર પ્રક્રિયા દ્વારા તેમાંથી હાઈડ્રોજન અને ઓક્સિજન બંનેના મોલેક્યુલ અલગ કરશે. આ હાઈડ્રોજન રિફાઇનરી ,ઇન્ડસ્ટ્રી ,ફર્ટિલાઇઝર ,વાહનોમાં, સીએનજી તથા પીએનજીને બ્લેન્ડ કરીને તેની ક્ષમતા વધારવામાં ઉપયોગી બનશે. ઓક્સિજનની બાય પ્રોડક્ટનો પણ મેડિકલ પ્લાન્ટમાં ઉપયોગ થશે.

Exit mobile version