Site icon Revoi.in

વોડાફોન-આઈડિયા બન્યું હવે ‘VI’ – કંપનીએ લોન્ચ કરી નવી બ્રાન્ડ – 4જી અને 5જી પર ખાસ ઘ્યાન

Social Share

વોડાફોન અને આઈડિયા ટેલિકોમ કંપનીઓ આમ તો પહેલા જ મર્જ થઈ ચૂકી છે ત્યારે હવે તે એક નવા નામ સાથે પણ ઉપલબ્ધ થશે,જે  આઈ-વી હશે,  જી હા, હવેથી વોડાફોન આઈડીયા ‘IV’ નામથી ઓળખાશે, કંપનીએ એક ઈવેન્ટ દરમિયાન આ નવું બ્રાન્ડ નામ અને તેના લોગોનું એલાન જારી કર્યું છે

વી એટલે વોડાફોન અને આઈ એટલે આઈડિયા,  ભારતમાં બન્ને કંપની મર્જ થયા બાદ બન્ને કંપનીઓ પોતપોતાના નામથી કાર્ય કરી રહી હતી હવે આ બન્નેના નામમાં પણ બદલાવ થઈને નામ મર્જ થયું છે.

વોડાફોન આઈડિયા  લિમિટેડ હવે વીઆઈ બન્યું છે.કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, વીઆઈનું ભવિષ્ય હવે તૈયાર છે અને હવે બંને કંપનીઓ એક જ બ્રાન્ડના નામથી બિઝનેસ કરશે. કંપનીએ કહ્યું છે કે 4 જી ની સાથે કંપની પાસે હવે 5 જી રેડી ટેકનોલોજી પણ છે,

કંપનીએ એ પણ દાવો કર્યો છે કે મર્જર થયા બાદથી દેશભરમાં 4 જીનો કવરેજ ડબલ થયો છે. જોકે કંપનીએ આ દરમિયાન નવા પ્લાન અંગેની જાહેરાત કરી નથી. સીઈઓએ આ સમય દરમિયાન કહ્યું હતું કે, કંપની નેટવર્ક ટેકનોલોજીમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે.

આ સમગ્ર બાબતે એ સંકેત આપી રહી છે કે, આવનારા નજીકના સમયમાં જ વધુ સારી સેવા સાથે ટેરિફ ચાર્જ પણ કંપની દ્વારા વધારી શકાય છે.
વોડાફોન આઈડિયા લિમિટેડના સીઇઓ રવિન્દ્ર ચક્કરે આ સમગ્ર બાબત અંગે કહ્યું છે કે, વોડાફોન આઈડિયા બે વર્ષ પહેલા મર્જ એન્ટિટી તરીકે સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારથી જ આ બન્ને દેશના મોટા નેટવર્ક્સને એકસાથે કરવાનું કામ ચાલુ હતું અને હવે તે વીઆઈ બ્રાન્ડના નામથી રજૂ કરવામાં આવી રહ્યું છે.

સાહીન-