Site icon Revoi.in

વિધાનસભાની ચૂંટણી માંટે આજે મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન શરું 

Social Share

 

દિલ્હીઃ- દેશના બે રાજ્યો મેધાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાજી ચૂંટણી આજે 27 ફેબ્રુઆરીના રોજ યોજાઈ રહી છએ તે માટે આજે સવારથી મતદાન બૂથો પર લોકો મતદાન કરવા આવી રહ્યા છે, ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ અહી બરાબર કમર કસી છે.એડી ચૌંટીનું જોર લગાવ્યું છે.

પૂર્વોત્તરના બે રાજ્ય મેઘાલય અને નાગાલેન્ડમાં  શનિવારે પ્રમાચ બંધ થયો હતો  બંને રાજ્યોમાં વિધાનસભાની 60-60 બેઠકો છે. પરંતુ આ વખતે મેઘાલય અને નાગાલેન્ડમાં 59-59 બેઠકો માટે મતદાન  યોજાઈ રહ્યું છે .આ સાથે જ આ વખતની ચૂંટણીમાં બન્ને રાજ્યોમાં 40  ટકા મહિલા સહિત કુલ 559 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં પોતાની ભવિશઅય અજમાવતા જોવા મળી રહ્યા છે.મેઘાલયમાં ભાજપ એનપીપીની સાથે ગઠબંધનમાં હતું. જ્યારે નાગાલેન્ડમાં એનડીપીપી સાથે ગઠબંધનમાં સત્તા પર હતું.

મેઘાલયની 60 બેઠકો માટે કુલ 375 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે નાગાલેન્ડમાં 184 ઉમેદવારો મેદાનમાં છે. 375 ઉમેદવારોમાંથી 21 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. ગારો નેશનલ કાઉન્સિલમાં સૌથી વધુ 50 ટકા કલંકિત ઉમેદવારો છે, જ્યારે સૌથી ઓછા બે ટકા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે ફોજદારી કેસ છે. નાગાલેન્ડમાં 184 ઉમેદવારોમાંથી માત્ર સાત જ દાગી છે.

આજે બન્ને રાજ્યોમાં મતદાનને લઈને કડક સુરપક્ષા બંદોબસ્ત પણ ગોઠવાયો છે.દરેક બુથો પર પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે જેથી કરી કોઈ અપ્રિય ઘટનાન ન બને,  શાંતિપૂર્ણ મતદાન માટે સુરક્ષાના કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરાયા છે.