Site icon Revoi.in

આજથી ચાતુર્માસના પ્રારંભ સાથે વ્રતો, તહેવારોની મોસમ શરૂ થશેઃ કાલથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ

Social Share

અમદાવાદઃ આજે મંગળવારે અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવપોઢી એકાદશીની સાથે ચાતુર્માસનો પ્રારંભ થઈ ગયો છે.  આ સાથે જ ધાર્મિક તહેવારોની સિઝન પણ શરૂ થશે. જ્યારે 15 નવેમ્બરે કારતક સુદ અગિયારસ એટલે કે દેવઊઠી અગિયારસે ચાતુર્માસ પૂરાં થશે. આ ચાર મહિના દરમિયાન લગ્ન સહિત શુભ માંગલિક કાર્યો વર્જિત મનાય છે. હવે સીધા નવેમ્બર મહિનામાં લગ્નનાં મુહૂર્તો આવશે. અષાઢ સુદ એકાદશીએ ભગવાન પોઢે છે. આથી તે એકાદશીને દેવપોઢી એકાદશી કહેવાય છે. ભાદરવા સુદ એકાદશીએ પડખું ફેરવે છે, તેથી તેને પાર્શ્ચવર્તી એકાદશી કહેવાય છે અને કારતક સુદ એકાદશીએ તેઓ જાગે છે, તેથી તે એકાદશીને દેવઊઠી એકાદશી કહેવાય છે.  આજે તા. 20મી જુલાઈથી નાની બાળકીઓ માટે મોળાકત-ગોયરોનો પ્રારંભ થયો છે.આવતી કાલ તા. 21મી  જુલાઈથી જયા પાર્વતી વ્રત શરૂ થશે. જ્યારે 23 જુલાઈએ ગુરુનું ઋણ ચૂકવવાનું પર્વ ગુરુપૂર્ણિમા ઊજવાશે.

કર્મકાંડી પંડિતોના કહેવા મુજબ ચાતુર્માસ દરમિયાન માંગલિક કર્યો નિષેધ મનાય છે. 15 નવેમ્બરે દેવઊઠી અગિયારસ બાદ લગ્નનાં 13 જ મુહૂર્ત બાકી રહેશે. વર્ષ 2021 દરમિયાન માંગલિક કાર્ય માટે 72 મુહૂર્ત હતાં.
ચાતુર્માસ દરમિયાન અનેક તહેવારો આવે છે. ચાર મહિના ભત્કિભાવના અને આરાધનાના હોય છે. જેમાં દાન-પૂન્યનું અનોખુ મહત્વ હોય છે. ચાતુર્માસમાં હિંડોળાનાં દર્શનનો પણ મહિમા છે. અષાઢ વદ બીજે 25 જુલાઈએ ઠાકોરજીનાં હિંડોળાનાં દર્શનનો પ્રારંભ થશે, જે 15 દિવસથી એક મહિના સુધી ચાલશે. ખાસ તો વૈષ્ણવ સંપ્રદાયમાં અને સ્વામિનાયરાયણ સંપ્રદાયમાં હિંડોળા દર્શનનું આયોજન કરાશે. કાલુપુર સ્વામિનાયરાયણ, બીએપીએસ, ગાદી સંસ્થાન, એસજીવીપી ગુરુકુળ, કુમકુમ સ્વામિનારાયણ, કલોલ સ્વામિનારાયણ મંદિરમાં ચાતુર્માસ દરમિયાન ધારણાં-પારણાં, નકોરડી એકાદશીઓ, એકટાંણાં, વચનામૃત, બાપાશ્રીની વાતોની પારાયણ વાંચવામાં આવશે. આજે તા. 20મી જુલાઈથી નાની બાળકીઓ માટે મોળાકત-ગોયરોનો પ્રારંભ થયો છે.આવતી કાલ તા. 21મી  જુલાઈથી જયા પાર્વતી વ્રત શરૂ થશે. જ્યારે 23 જુલાઈએ ગુરુનું ઋણ ચૂકવવાનું પર્વ ગુરુપૂર્ણિમા ઊજવાશે.