Site icon Revoi.in

માનસિક રીતે શાંતિ જોઈએ છે? તો પ્રાર્થનાની સાથે કરો આટલું

Social Share

જીવનમાં કેટલાક લોકો એવા હોય છે કે જેમને આર્થિક રીતે તો ઘણુ સુખ મળતું હોય છે પરંતુ માનસિક રીતે તેઓ હેરાન પરેશાન થતા હોય છે. લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે માનસિક શાંતિનું હોવું ખુબ જરૂરી છે.આવામાં કેટલાક લોકો અનેક પ્રકારના પ્રયાસ કરતા હોય છે પરંતુ તે નિષ્ફળ રહેતા હોય છે.

આવામાં સૌથી વધારે ઉપયોગી અને ફાયદાકારક જે છે તો તે છે પ્રાર્થના, એવું કહેવાય છે કે પ્રાર્થના કરવાથી મન શાંત થાય છે.પ્રાર્થના કરવાથી વ્યક્તિનું ધ્યાન એક જગ્યા પર કેન્દ્રિત થાય છે અને તેનામાં ફોકસ કરવાની શક્તિ વધે છે.

સાધુ-સંત અને જાણકારો દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે પ્રાર્થના કરો ત્યારે વ્યક્તિએ આંખો બંધ કરીને બસ ભગવાનને યાદ કરવા જોઈએ અથવા એવી કોઈ શક્તિને યાદ કરવી જોઈએ જેની તેઓ પૂજા કરે છે.

આમ કરવાથી તેઓનું મન શાંત રહેવાનું શરૂ કરે છે. બિનજરૂરી વિચારોને વિચારવાનું પણ બંધ કરે છે અને મનને એક વિચાર તરફ ઢાળે છે કે જે તમારા હાથમાં નથી તેના વિશે ચિંતા કરવી જોઈએ નહી. પ્રાર્થના કરવાથી માનસિક શાંતિ તો મળે જ છે પરંતુ જીવનના કેટલાક એવા પ્રશ્નનો પણ ઉત્તર મળી જાય છે જે જીવનને વધારે સરળ અને ખુશીમય બનાવી દે છે.

જો કે આ એક આધ્યાત્મિક વાત છે, આ વાતની સાબિતી માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી અને કોઈને આ પ્રકારની વાત માનવા માટે દબાણ કરવામાં આવતું નથી, પ્રાર્થના સૌ કોઈએ કરવી જોઈએ.પણ ક્યારેક માનસિક શાંતિની સાથે અન્ય સમસ્યાઓ હોય તો ડોક્ટર અથવા જાણકારોની સલાહ જરૂરથી લેવી.

Exit mobile version