Site icon Revoi.in

વાળની ચમકમાં વધારો કરવો છે? તો હોમમેઇડ Rinseનો આ રીતે કરો ઉપયોગ

Social Share

દરેક લોકોની ઈચ્છા હોય છે કે તેમના વાળ હંમેશા સરસ અને સુંદર રહે, આમાં સ્ત્રીઓ અને પુરુષ બંન્નેનો સમાવેશ થઈ જાય છે. પણ કેટલીક ભૂલના કારણે વાળ સરસ રહેતા નથી અને વાળને લગતી અનેક સમસ્યા પણ થતી હોય છે. પણ હવે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સામાન્ય કાળજી રાખવાથી એટલે કે હોમમેઈડ રીન્સનો ઉપયોગ કરવાથી પણ વાળને ચમકદાર અને સુંદર બનાવી શકાય છે.

જાણકારી અનુસાર હોમમેઇડ હેર રિન્સનો ઉપયોગ કરીને વાળ સંબંધિત સમસ્યાને દૂર કરી શકાય છે અને તેને બનાવવાની રીત એ છે કે સૌથી પહેલા તો એલોવેરા લઈ લો, એલોવેરાનો ઉપયોગ અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સમાં થાય છે. તેનો ઉપયોગ તમે વાળને સ્વસ્થ રાખવા માટે પણ કરી શકો છો. આ માટે એલોવેરા જેલને પાણીમાં સારી રીતે મિક્સ કરો. શેમ્પૂ કર્યા પછી તેનાથી તમારા વાળ ધોઈ લો. તે વાળ માટે કન્ડિશન તરીકે પણ કામ કરે છે.

આ બનાવવા કરવા માટે, બે કપ પાણીમાં એક ચમચી એપલ વિનેગર મિક્સ કરો. આ બંનેને સારી રીતે મિક્સ કરો. હવે વાળને શેમ્પૂ કર્યા પછી ઘરે બનાવેલા હેર રિન્સનો ઉપયોગ કરો. આ વાળમાં pH લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે. તેનાથી તમારા વાળની ​​ચમક પણ વધે છે.

ઉલ્લેખનીય છે કે લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.