Site icon Revoi.in

સાયબર ક્રાઈમથી પોતાને બચાવીને રાખવા છે? તો રાખો આટલી વાતનું ધ્યાન

Social Share

કોરોના કાળમાં હવે મોટાભાગની વસ્તુઓ ઓનલાઈન થઈ રહી છે. હવે ઓનલાઈન ખરીદીની સાથે સાથે હવે શિક્ષણ પણ ઓનલાઈન મળી રહ્યું છે અને નોકરીયાત લોકોના કામ પણ ઓનલાઈન થઈ રહ્યા છે. તો આવા સમયમાં સાયબર ક્રાઈમ થવાની સંભાવનાઓ પણ વધી જવાની સંભાવના રહેલી હોય છે.

આવા સમયમાં જો સાયબર ક્રાઈમથી બચવું હોય તો તમામ લોકોએ કેટલીક સતર્કતા રાખવી જોઈએ જેમ કે જે જગ્યા વિશે જાણ ન હોય ત્યાં પોતાની કોઈ પણ પ્રકારની જાણકારી મુકવી કે જાહેર કરવી નહી. કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન એજ્યુકેશન અને ઓનલાઈન શોપિંગ જેવી ઓનલાઈન એક્ટિવિટીમાં અસામાન્ય ઉછાળો નોંધાયો હતો. જેના કારણે લોકોના સ્ક્રીન ટાઈમમાં ૩૦૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો. પણ દરેક નવી બાબતોનો ફાયદો હોય છે તેમ ગેરફાયદા પણ હોય છે.

જાણકારો અનુસાર લોકો ઓનલાઈન વધુ સમય ગાળતા હોવાથી સાયબર અપરાધીઓ સક્રિય થયા છે અને વધી રહેલા સ્ક્રીન ટાઈમનો કેવી રીતે ફાયદો ઉઠાવી કેવી રીતે લોકોને લૂંટી શકાય તે માટે જાતજાતના પેંતરા રચવા માંડયા. પરિણામે સાયબર બુલિંગની ઘટનાઓમાં સતત વધારો થવા લાગ્યો છે.

સાયબર બુલિંગ એટલે ઓનલાઈન ગુંડાગીરી! બુલિંગનો અર્થ થાય છે હેરાન કરવું અને સાયબર બુલિંગનો અર્થ છે કોઈપણ વ્યક્તિને ફોન, કમ્પ્યૂટર જેવાં ડિજિટલ ઉપકરણોના ઉપયોગ દ્વારા સોશિયલ મીડિયા પર કે સીધા જ વાંધાજનક સામગ્રી, ફોટો, વીડિયો કે ટેક્સ્ટ મેસેજ મોકલવો કે શેર કરવો અને તેમની કોઈપણ ચીજને તેમની પરવાનગી વિના સોશિયલ મીડિયા પર શેર કરવી જેનાથી તેને સામાજિક, શારીરિક કે માનસિક રીતે હાનિ પહોંચે.

આ ઈ-ગુંડાગીરી મુખ્યત્વે એસએમએસ, ઈ-મેઈલ, સોશિયલ મીડિયા ફોરમ તેમજ ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ થકી થઈ રહી છે. તેમાં ભોગ બનનાર વિશે નકારાત્મક, નુકસાનકારક, ખોટી માહિતી મોકલવી, પોસ્ટ કરવી કે વાયરલ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. સાયબર બુલિંગના કુલ ૧૦ પ્રકાર છે.

આ પ્રકારના ક્રાઈમથી બચવા માટે કોઈ અજાણી વ્યક્તિને ઓનલાઈન પ્લેટફોર્મ પર ફ્રેન્ડ ન બનાવો. આ પ્લેટફોર્મ તમારી અંગત માહિતીને ગોપનીય રાખો. બને તો તેના માટેનું સેટિંગ કરી લો.

જ્યારે તમે પબ્લિક ડોમેઈન પર કંઈક પોસ્ટ કરી રહ્યા હો ત્યારે તેની ડિજિટલ ફુટપ્રિન્ટ સરળતાથી બની શકે છે, જેનાથી તમારી પસંદ, શોખ, પ્રવાસ જેવી ઘણી બાબતો પબ્લિક ડોમેઇનમાં ઉજાગર થતા સાયબર અપરાધીઓ તે ટ્રેક કરી તેનો ઉપયોગ તમને ફ્સાવવા માટે કરી શકે છે. માટે પબ્લિક ડોમેઈન અને હેશ ટેગનો ઉપયોગ કરતી વેળાએ સાવધાની રાખવી.

પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ ટાળવો જોઈએ અને શક્ય હોય તો લાઇસન્સ વી.પી.એન ર્સિવસનો જ ઉપયોગ કરવો જોઈએ. મોબાઈલ પર આવેલી દરેક લિંકથી હંમેશાં સાવધ રહેવું જોઈએ. લિંક ને લાઇસન્સ એન્ટિ વાઇરસ સોફ્ટવેરથી ચકાસવા જોઈએ અને ત્યારબાદ જ આગળ વધવું જોઈએ.

તમારા મોબાઇલ અથવા કમ્પ્યૂટરમાં અજાણ્યાં સોફ્ટવેર, ડેટિંગ એપ્લિકેશન, ઓનલાઇન ગેમ જેવી એપ્લિકેશનને ક્યારેય અજ્ઞાત સ્ત્રોત પરથી ઇન્સ્ટોલ ન કરવી. માતાપિતાએ સમયાંતરે બાળકોની ડિવાઇસનું મોનિટરિંગ કરવું હિતાવહ છે. શક્ય હોય ત્યાં સુધી બાળકોને માત્ર ફ્લ્ટિર ઈન્ટરનેટ કનેક્શન જ આપવાનો આગ્રહ રાખવો જોઈએ.