Site icon Revoi.in

તેલંગાણા ફરવા જવું છે? તો આ રહી ફરવાલાયક સ્થળોની જાણકારી

Social Share

તેલંગાણા રાજ્ય આંધ્ર પ્રદેશમાંથી અલગ થઈને બન્યું છે.વર્ષ 2009માં ભારત સરકારે તેલંગાણાને ભારતના અલગ રાજ્ય તરીકે બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વર્ષ 2014માં તેલંગાણા રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.

તેલંગાણા પોતાની સંસ્કૃતિ સાથે મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ છે. આજે અમે તમને જણાવીશું કે,અહીં ફરવા માટે કઇ ખાસ જગ્યાઓ છે.

મહબૂબનગર તેલંગાણાના પ્રખ્યાત સ્થળોમાંનું એક છે. તે ધાર્મિક અને ઐતિહાસિક દૃષ્ટિકોણથી પ્રવાસીઓને આકર્ષે છે. તમને મહબૂબનગરની આસપાસ ફરવા માટે ઘણા આકર્ષણો અને પ્રવાસન સ્થળો મળશે જ્યાં તમે ફરવા જઈ શકો છો. મહબૂબનગરમાં તમે મલ્લેલા થીર્થમ વોટરફોલ, શ્રી રંગનાયક સ્વામી મંદિર, મયુરી નર્સરી વગેરેની મુલાકાત લઈ શકો છો.

રંગારેડ્ડીના શાંત તળાવો, ચમત્કારિક મંદિરો, સુંદર પહાડીઓ પ્રવાસીઓને દિવાના બનાવે છે.અહીં ફરવું ખૂબ જ રસપ્રદ છે.આ સ્થળ દક્ષિણ ભારતના મુખ્ય આકર્ષણોમાં ગણવામાં આવે છે. જો તમે પ્રકૃતિના પ્રેમી છો તો આ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

આદિલાબાદને તેલંગાણા રાજ્યના બીજા સૌથી મોટા શહેર તરીકે નામ આપવામાં આવ્યું છે. તેલંગાણા રાજ્યનો સૌથી ઊંચો ધોધ અહીં આવેલો છે. અહીં પ્રવાસીઓ કુંતલા વોટરફોલ, કવાલ વન્યજીવ અભયારણ્ય, મહાત્મા ગાંધી પાર્ક, કલા આશ્રમની મુલાકાત લઈ શકે છે.

હૈદરાબાદ તેલંગાણા રાજ્યનું સૌથી આકર્ષક શહેર છે. હૈદરાબાદ ભારતનું પાંચમું સૌથી મોટું શહેર છે. હૈદરાબાદ દરેક માટે મુલાકાત લેવાનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીં તમે ચાર મિનાર, ફલકનુમા પેલેસ, ચૌમહલ્લા પેલેસ, આનંદ બુદ્ધ વિહાર, બિરલા મંદિર વગેરેની મજા માણી શકો છો.

તેલંગાણામાં જોવાલાયક સ્થળોમાં સામેલ વારંગલ દરેકને પસંદ આવે છે. તે એક આકર્ષક અને ઐતિહાસિક સ્થળ છે. વારંગલમાં ઘણા કિલ્લાઓ અને મંદિરો ઉપરાંત સુંદર પર્વતો વગેરે પણ છે. વારંગલ આજકાલ ફરવા માટેનું એક ખાસ સ્થળ બની રહ્યું છે.