Site icon Revoi.in

અમેરિકામાં કોરોના: વોશિંગ્ટને મોડર્ના કંપનીને 10 કરોડ એક્સ્ટ્રા ડોઝનો આપ્યો ઓર્ડર

Social Share

દિલ્લી: અમેરિકામાં હાલ જે રીતે કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તે અમેરિકા માટે ચીંતાનો વિષય બની રહ્યું છે. અમેરિકાએ હવે કોરોનાવાયરસ જેવી બીમારીને નાબૂદ કરવા માટે તમામ પ્રકારના પગલા લેવાની તૈયારીકરી છે તો મોડર્ના કંપનીને 10 કરોડ એક્સ્ટ્રા ડોઝનો ઓર્ડર આપ્યો છે. આ અગાઉ જુલાઈમાં અમેરિકાએ મોડર્ના પાસેથી એક લાખ ડોઝ ખરીદ્યા હતા અને કુલ 30 કરોડ એક્સ્ટ્રા ડોઝ ખરીદવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

મોર્ડનાએ શનિવારે કહ્યું કે અમેરિકી સરકારે તેની વેક્સિન mRNA-1273ના એડિશનલ 10 કરોડ ડોઝ ખરીદવા માટે ઓર્ડર આપ્યો છે. કંપની અત્યાર સુધી મળેલા ઓર્ડર પ્રમાણે 20 કરોડ ડોઝનો સપ્લાઈ આપશે. બીજા બેંચનો સપ્લાઈ આગામી વર્ષના એપ્રિલ સુધીમાં મળી શકે છે.

અમેરિકામા શનિવારે ફાઇઝર-બાયોએન્ટેકની કોરોના વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને એને મંજૂરી આપી છે. શુક્રવારે તેની એક સહાયક કંપનીએ વેક્સિનને જલદીથી મંજૂરી આપવા માટે અપીલ કરી હતી.

અમેરિકા જ નહીં, મેક્સિકોએ પણ આ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. બ્રિટન અને કેનેડા પહેલાં જ આ પગલાં ભરી ચૂક્યા છે. અમેરિકામાં હોસ્પિટલોમાં હવે જગ્યા ઓછી પડવા લાગી છે. પરિસ્થિતિ એ છે કે લોસ એન્જેલસ જેવા શહેરમાં ટેન્ટમાં મેકશિફ્ટ હોસ્પિટલ બનાવવામાં આવી છે.