Site icon Revoi.in

તમારા પર કેવી હેયરસ્ટાઈલ સારી લાગશે, હવે વાળ કપાવતા પહેલા જ જાણી લો, છોકરીઓ માટે ખાસ

Social Share

ચહેરાને સુંદર અને સ્ટાઇલિશ બનાવવા માટે સારો હેરકટ ખૂબ જ જરૂરી છે.પરંતુ દરેક હેરકટ તમારા ચહેરાને અનુકૂળ છે,તે જરૂરી નથી કારણ કે દરેકના ચહેરાનો શેપ અલગ અલગ હોય છે. ઘણી વખત છોકરીઓ બીજાને જોયા પછી હેરકટ કરાવે છે, પરંતુ તે તેમના ચહેરાને ફિટ થતાં નથી.

એટલા માટે તમારા માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે કયો હેરકટ કયા શેપના ચહેરાને અનુકૂળ છે.ચહેરાના શેપ પ્રમાણે વાળ કાપવાની રીત અહીં જાણો, પછી રાઉન્ડ, ઓવલ અને સ્ક્વેર,જેમાંથી તમારો ચહેરો ગમે તે આકારનો હોય, તમે સરળતાથી પરફેક્ટ હેરકટ પસંદ કરી શકો છો.

રાઉન્ડ ફેસ શેપ
ગોળ ચહેરા પર ખૂબ લાંબા વાળ અથવા ખૂબ ટૂંકા વાળ સારા લાગતા નથી.આનાથી ચહેરો ભારે દેખાઈ શકે છે. એવામાં લોંગ બોબ કટ, ક્વીન હેરકટ, બોબ ગ્રેજ્યુએશન હેરકટ અને સ્ટેપ હેરકટમાંથી કોઈ પણ લઈ શકાય છે.તેનાથી તમારો ચહેરો થોડો લાંબો દેખાશે. આ સિવાય લેયર અથવા પિરામિડ શેપ લઈ શકાય છે. તમે વેવસ જેવા કર્લી હેર પણ રાખી શકો છો.

ઓવલ ફેસ શેપ
જો તમારો ચહેરો ઓવલ શેપનો છે જેને આપણે સામાન્ય ભાષામાં અંડાકાર કહીએ છીએ, તો તમારે ફેદર હેર કટ, પોઇન્ટ લેયર્સ હેરકટ, મલ્ટી લેયર્ડ હેરકટ અને લોંગ લેયર હેર કટ અજમાવવા જોઈએ. વેવસ અથવા લેયરમાં વાળ કપાવવા તમારા માટે યોગ્ય રહેશે.આવા લોકો પર સ્ટ્રેટ હેર બહુ શોભતા નથી. જો કે તમે વાંકડિયા વાળ રાખી શકો છો. જે તમારા પર જામશે. શ્રદ્ધા કપૂર, કૃતિ સેનન અને નરગીસ ફખરીના ચહેરાના આકાર અંડાકાર છે. તમે તેમને જોઈને તમારા ચહેરાના આકારનું કદ જાણી શકો છો.

સ્ક્વેર ફેસ શેપ
મોટાભાગના લોકોનો ચહેરો ગોળા અથવા અંડાકાર હોય છે. તેની સરખામણીમાં સ્કેવર ફેસ શેપ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ જો તમે સ્કેવર ફેસ શેપને સમજવા માંગતા હો, તો તમે કરીના કપૂર અથવા જેકલીન ફર્નાન્ડીઝના ચહેરાને જોઈને આ વિચાર લઈ શકો છો. આવા ચહેરા માટે બોબ ક્લાસિક હેરકટ, એ લાઈન લોંગ બોબ હેર કટ, ફુલ ફ્રિન્જ હેરકટ અને પિક્સી હેરકટ લઈ શકાય છે. સ્કેવર ફેસ પર સ્ટ્રેટ હેર વધારે સરસ લાગે છે.

હાર્ટ શેપ ફેસ

આ એક એવો ફેસ શેપ છે,જે ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ આ એક એવો આકાર છે, જેના પર કોઈપણ હેરકટ લઈ શકાય છે.હાર્ટ ફેસ શેપ લાંબા, સ્ટ્રેટ, કર્લી અને ટૂંકા જેવા તમામ પ્રકારના વાળને અનુકૂળ છે.એવામાં, સ્ટ્રેટ હેર માટે મલ્ટી લેયર સ્ટાઇલ અને સર્પાકાર વાળ માટે માત્ર લેયર હેરકટ પરફેક્ટ લાગશે.

Exit mobile version