Site icon Revoi.in

ચાર વર્ષની બાળકીનું સ્કેટિંગ જોઈને તમારી આંખો પણ રહી જશે ખુલ્લી,વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Social Share

દુનિયાના દરેક ભાષામાં સફળતા માટે કહેવત હશે કે મહેનત કરનારા લોકોની મહેનત જ તેમની સફળતાની પાંખ બને છે. આ વાતને સાબિત કરી છે ચાર વર્ષની બાળકીએ કે જેનું સ્કેટિંગ જોઈને સૌ કોઈની આંખો ખુલ્લી રહી જાય છે.

આ બાળકીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં દરેક લોકો તેના વખાણ કરી રહ્યાં છે અને દરેક વ્યક્તિ તેના સાહસની બિરદાવી રહ્યો છે.

https://www.instagram.com/reel/CQwJLzEA1a_/?utm_source=ig_embed&ig_rid=ad4cae71-93c2-4dd8-ad39-6b112c9c0e1d

આ નાની છોકરી સોશ્યલ મીડિયા પર સ્ટાર બની છે. લોકો તેના ચાહક બની ગયા છે. આ છોકરી 4 વર્ષની છે. તેના વીડિયોએ સોશિયલ મીડિયા ધૂમ મચાવી છે. લોકો આ વિડિઓને સ્ટેટમાં મૂકી રહ્યાં છે, રિ-શેર પણ કરી રહ્યાં છે, અને બાળકીને પ્રોત્સાહિત પણ કરે છે.

વાયરલ થતા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્કેટિંગની રેસ શરૂ થવા જઇ રહી છે. બાળકો લાઇનમાં ઉભા છે. પરંતુ રેસ શરૂ થતાંની સાથે જ આ નાની છોકરી પડી જાય છે. આ છોકરી, જે તેના કરતા મોટા બાળકો સાથે રેસમાં છે, અચાનક જાગી જાય છે અને બધાને પાછળ છોડી દે છે. તે હિંમત છોડતી નથી. અને ફરીથી ઉભી થાય છે. નાની બાળકીની આ વાત લોકોની દિલ જીતી લે છે.