Site icon Revoi.in

‘લોકતંત્ર મામલે અમને કોઈ પાસે શીખવાની  જરુર નથી’ – UNSC માં ભાપરતનો ઘારદાર જવાબ

Social Share

દિલ્હીઃ- ભારત હંમેશા પોતાની રીતે આગળ વધતું આવ્યું છે, કોઈ પણ મોરચે ભારતની લડાઈમાં ભારત કોઈને દખલ કરવાની પરવાનગી આપતું નથી ત્યારે હવે લોકતંત્ર પર જ્ઞઆન આપવાને મામલે યુએનએસસીમાં ભારતે ઘારદાર જવાબ આપ્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવલસથી ભારતે યંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું માસિક પ્રમુખપદ સંભાળ્યું છે, જેમાં તેની મુખ્ય પ્રાથમિકતા આતંકવાદનો સામનો કરવા અને બહુપક્ષીયવાદને પ્રોત્સાહન આપવાની રહેશે. ડિસેમ્બર મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું પ્રમુખપદ સંભાળ્યા પછી, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે લોકશાહી મામલે ધારદાર જવાબ આપ્યો હતો,.

વિગત પ્રમાણે તેમણે એમ કહ્યું હતું કે  કે આપણે કોઈની પાસેથી આ શીખવાની જરૂર નથી.  ભારતે લોકશાહી પર શું કરવું તે કહેવાની આવશ્યક્તા છે જ નહી.ષ્ટ્રપતિ પદ સંભાળ્યાના પ્રથમ દિવસે રુચિરા કંબોજે યુએન હેડક્વાર્ટર ખાતે મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી એક મહિનામાં ભારત કેવી રીતે કામ કરશે અને મુખ્ય એજન્ડા શું હશે.

આથી વિશેષ કે જ્યારે આ દરમિયાન જ્યારે કંબોહને ભારતમાં લોકશાહી અને વાણી સ્વાતંત્ર્ય વિશે પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો, “મારે એટલું જ કહેવું છે કે ભારતે લોકશાહી કેવી રીતે ચાલે છે તે કોઈ પાસેથી શીખવાની જરૂર નથી.”

તેમણે વાતને આગળ વધારતા એ પણ કહ્યું કે, ભારતમાં લોકશાહીનાં મૂળ 2500 વર્ષ પહેલાંનાં હતાં. જો વર્તમાન યુગની વાત કરીએ તો આપણે ત્યાં લોકશાહીના તમામ સ્તંભો મક્કમતાથી ઉભા છે. જેમાં ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર અને ચોથો સ્તંભ મીડિયા છે. આ સિવાય સોશિયલ મીડિયા પણ છે. તેથી જ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે.