Site icon Revoi.in

યુક્રેનના રાષ્ટ્રપતિનું દર્દ છલકાયું,કહ્યું, ‘રશિયા સામેની લડાઈમાં અમે એકલા પડ્યા’

Social Share

 

દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ વિશ્વભરમાંમ આ હુમલાઓની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિનું પણ દર્દ છલકાયું હતું ,તેમણે પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે રશિયા સાથેથી લડાઈમાં અમને એકલા છોડી દેવાયા છે.

આ સંકટની સ્થિતિ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીના રશિયાના હુમલાના પહેલા દિવસે 137 લોકોએ જીવ ગુમાવ્યો હતો તેમ જણાવ્યું છે. આ મામસે ઝેલેન્સ્કીએ એક વીડિયો સંબોઘનમાં આ માહિતી આપી હતી

આથી વિશેષ તેમણે કહ્યું કે આજે આપણે આપણા 137 હીરો અને નાગરિકોને ગુમાવ્યા છે., જ્યારે 316 લોકો ઘાયલ થયા છે. આ સિવાય તેણે આ યુદ્ધમાં કોઈનું સમર્થન ન મળવાની વાત પણ કરી હતી. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે તેમનો દેશ રશિયા સામે લડવા માટે એકલો પડી ગયો   છે. તેમણે કહ્યું સંબોધનમાં કહ્યું કે , “આપણી સાથે લડવા કોણ ઊભું છે? મને કોઈ દેખાતું નથી. યુક્રેન નાટોના સભ્યપદની ખાતરી આપવા કોણ તૈયાર છે? દરેક લોકો ડરી રહ્યા છે.”

ઉલ્લેખનીય છે કે રશિયાએ દાવો કર્યો છે કે તેણે હુમલાના પહેલા દિવસે યુક્રેનમાં 70 થી વધુ સૈન્ય ઠેકાણાઓને નષ્ટ કર્યા છે. આ હુમલાને કારણે યુક્રેનના લોકોને તેમના ઘર છોડીને બીજી જગ્યાએ જવાની ફરજ પડી રહી છે. ઉલ્લેખનીય છે ગઈકાલે રશિયાએ તેની સંપૂર્ણ સૈન્ય શક્તિ સાથે યુક્રેન પર હુમલો કર્યો હતો