Site icon Revoi.in

બેલીફેટ વધી ગયું છે? તો તેને કવર કરવા અપનાવો આ સરળ ટીપ્સ

Social Share

બેલીફેટ એ શરીરમાં એવો ભાગ છે કે જે પુરૂષ તથા સ્ત્રી બધા લોકોમાં જોવા મળે છે. તેને લઈને કસરત કરવામાં આવે તો તેને યોગ્ય શેપમાં લાવી શકાય છે પરંતુ જો વાત કરવામાં આવે તેના વિશેની કરસતની તો તેને ઉતારવા માટે લોઢાના ચણા ચાવવા પડે તે બરાબર હોય છે.

પુરૂષો તો બેલીફેટને લઈને એટલું ધ્યાન નથી આપતા પણ સ્ત્રીઓ દ્વારા આ બાબતે વધારે ધ્યાન આપવામાં આવે છે. આ માટે તેઓ કેટલાક પ્રકારની કરસત પણ કરતી હોય છે પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. પેટની ચરબીને કારણે મહિલાઓ ઘણા આઉટફિટ પહેરી શકતી નથી. ત્યારે આને દૂર કરવા માટે કેટલીક ટીપ્સને ફોલો કરવી પડશે.

પેટની ચરબી છુપાવવા માટે ફ્લેર્ડ કુર્તી સારો વિકલ્પ છે. આને પહેરવાથી પેટની ચરબીની સાથે હિપ્સની ચરબી પણ દેખાશે નહી, આના કારણે લુક અને સ્ટાઇલ ખૂબ જ સારી દેખાશે. આ ઉપરાંત જે મહિલાને લાગતું હોય કે તેની બેલીનો ભાગ વધારે છે તો તે મહિલાએ હાઈ વેસ્ટ જીન્સ પણ પહેરવું જોઈએ, આ જીન્સ બેલીફેટ છુપાવવામાં માટે બેસ્ટ આઉટફીટ છે. આ જિન્સ સાથે રફલ ટોપ પહેરીને અપર બોડી ફેટને પણ  છુપાવી શકો છો.

આ સિવાય જો વાત કરવામાં આવે તો પરંપરાગત સાડીને બદલે રફલ સાડી પહેરવી જોઈએ, આનાથી પેટની ચરબીને સરળતાથી છુપાવી શકાય છે. તેની સાથે એથનીક પટ્ટો પણ કેરી કરી શકો છો. આ પ્રકારની સાડી સાથે હવે બેલ સ્લીવ્સ વાળું બ્લાઉઝ પહેરી શકો છો.