Site icon Revoi.in

ગુજરાતમાં નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નસરાની સિઝન ખૂલશે, પાર્ટીપ્લોટ્સ, હોલના બુકિંગ શરૂ થઈ ગયા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકારે નિયંત્રણો ખૂબજ હળવા કરી દીધા છે. જેમાં લગ્ન પ્રસંગો અને રિસેપ્શનમાં 150 લોકોને છૂટ આપવામાં આવી છે પણ હાલ કમુર્તા ચાલતા હોવાથી અને ચાતુર્માસમાં લગ્નો યોજાતા નથી પણ દેવ દિવાળી બાદ જ લગ્નો યોજાશે. અને તે સમયે કોરોનાના કેસ નહીંવત હશે તો સરકાર લગ્ન સમારંભોમાં વધુ લોકોને એકત્ર થવાની મંજુરી આપશે. છેલ્લા દોઢ-બે વર્ષથી પોતાના સંતાનોના લગ્ન માટે રાહ જોઇ રહેલા માતા-પિતા લગ્નોના સારા મુર્હૂત નીકળવામાં પડયા છે. પરંતુ હાલમાં કમૂરતા ચાલતા હોઇ તેઓએ દેવદિવાળી સુધી રાહ જોવી પડશે.પણ હાલ પાર્ટી પ્લોટ્સ અને મેરેજ હોલ માટેના બુકિંગ કરી રહ્યા છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં ખાસ્સો ઘટાડો થયો છે. એટલે કોરોનાનો રોગચાળો કાબુમાં આવી ગયો છે. એટલે દેવદિવાળી બાદ લગ્નો માટેના સારા મૂહુર્ત હોવાથી મેરેજ હોલ અને પાર્ટી પ્લોટ્સના બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યા છે. સાથે લગ્ન રીસેપ્શન યોજવા માટેનું આયોજન શરૂ કરી દીધું છે. આવી સુધરેલી પરિસ્થિતિ ચાલુ રહી તો નવેમ્બર-ડિસેમ્બરમાં ઓછામાં ઓછા 2 થી 3 હજાર લગ્નો અને રીસેપ્શનો ગુજરાતમાં યોજાશે તેવો અંદાજ મેરેજ ઇન્ડસ્ટ્રી’ સાથે સંકળાયેલા લોકોનું કહેવુ છે. તમામ હોટેલીર્યસનું માનવુ છે જો રાજ્ય સરકાર રાજસ્થાનની જેમ ટુરિઝમ ઉદ્યોગને અન્ય ઉદ્યોગોની જેમ રાહતો આપશે તો ગુજરાતીઓ અને તેઓના સગા વ્હાલા (એનઆરઆઇ) ડેસ્ટીનેશન મેરેજનો ક્રેઝ છોડીને અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં સગા વ્હાલાઓના સાનિધ્યમાં જ લગ્નોમાં મહાલી શકશે.

આજે પણ ઘણા શ્રીમંત ગુજરાતીઓ લગ્ન કરવાને બહાને ઉદયપુર, જયપુર, જોધપુર પહોંચી જાય છે અને કરોડોનો ધૂમાડો કરે છે.