Site icon Revoi.in

જાણીતા ગાયિકા, લેખિકા મીના ખડીકર ‘લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ’થી સમ્માનિત – બહેન લતા મંગેશકરે ટ્વિટ કરીને આપી જાણકારી

Social Share

મુંબઈઃ- ગાયિક, લેખિક અને સંગીતકાર મીના ખડીકરને રેડિયો મિર્ચીના લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ અંગેની માહિતી મીનાના મોટા બહેન અને સુર કોકિલા લતા મંગેશકર દ્વારા ટ્વિટ કરીને આપવામાં આવી છે.

તેમની મોટા બહેન લતા મંગેશકરે ટ્વિટ કરીને કહ્યું કે, ‘મારી નાની બહેન મીના ખડીકરને રેડિયો મિર્ચીનો લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ (મરાઠી) મળ્યો છે. મીના ખૂબ સારી સંગીતકાર, ગાયક અને લેખક છે. તે સંત સ્વભાવની છે. હું તેમને આશીર્વાદ આપું છું કે તેને વધુ એવોર્ડ મળે.

લતાજીએ આ ટ્વિટ સાથે એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં મીના ખડીકર એવોર્ડ હાથમાં લેતા નજરે પડે છે. લતા મંગેશકરના આ ટ્વિટ પર યુઝર્સ પોતાની પ્રતિક્રીયા આપી રહ્યા છે અને મીના ખડીકરને ઘણી શુભેચ્છાઓ આપી રહ્યા છે.

મીના ખડકરી સંગીત જગતનું એક જાણીતું નામ છે સાથે જ મશહૂર સિંગર લતા મંગેશકરના નાના બહેન પણ છે,મીનાજી એ ઘણા મરાઠી અને હિન્દી ગીતો લખ્યા છે અને સાથે ગાયા પણ છે. તેમણે એક પુસ્તક પણ લખ્યું છે જેનું નામ ‘મોઠી તીચિ સાવલી’ છે. આ પુસ્તકનો હિન્દીમાં પણ અનુવાદ  આવ્યો છે, જેનું નામ ‘લતા દીદી અને હું’ છે. આ પુસ્તકમાં મીનાજી એ લતા મંગેશકરના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો લખી છે.

સાહિન-

Exit mobile version