Site icon Revoi.in

પ.બંગાળ પેટાચૂંટણીઃ મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે છે આટલી સંપતિ, જાણો

Social Share

દિલ્હીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભાની કેટલીક બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાશે. મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપચૂંટણીમાં ભવાનીપુરની બેઠક ઉપરથી ઝંપલાવશે. મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે લગભગ 69,255 રૂપિયા હોવાનું અગાઉ ચૂંટણીપંચમાં દાખલ કરેલા એફિડેવીટમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે નંદીગ્રામ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી દાખલ કરી ત્યારે કરવામાં આવેલા એફિડેવીટમાં સંપત્તિનો ઉલ્લેખ કરાયો હતો. તેમાં બેંક એકાઉન્ટમાં રૂ. 12.02 લાખ જમા હોવાનું જણાવ્યું હતું. સીએમ પાસે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (એનએસસી) રૂપે 18490 રૂપિયાનું રોકાણ છે. જ્યારે જ્વેલરીની વાત કરીએ તો તેમની પાસે માત્ર નવ ગામની જ્વેલરી છે.

આ વર્ષે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનું તા. 2 મેના રોજ પરિણામ જાહેર થયું હતું. જેમાં મમતા બેનર્જીનો જુના સાથે શુવેંદુ અધિકારની સામે પરાજય થયો હતો. મમતા બેનર્જીને શુવેંદુ અધિકારી 1956 વોટથી જીત્યાં હતા. જો કે, ટીએમસીની ભવ્ય જીત થતા મમતા બેનર્જીએ સીએમના શપથ લીધા હતા. નિયમ અનુસાર સીએમની ખુરશી ઉપર બિરાજમાન મમતા બેનર્જીએ છ મહિનામાં ઉપચૂંટણી જીતવી જરૂરી છે. તાજેતરમાં જ પશ્ચિમ બંગાળની પેટાચૂંટણી જાહેર થઈ હતી. તેઓ પેટાચૂંટણીમાં ભવાનીપુરથી ઉમેદવારી નોંધાવશે. ભવાનીપુરની બેઠક ઉપર મમતા બેનર્જી અને ભાજપના પ્રિયંકા ટિબરેવાલ જંગ જામશે. પ્રિયંકા વ્યવસાયે વકીલ છે અને ભાજપના યુવા મોર્ચાના ઉપાધ્યાક્ષ પણ છે. પ્રિયંકા વર્ષ 2014માં ભાજપમાં જોડાયાં હતા. તેઓ ભાજપા સાંસદ બાબુલ સુપ્રિયોના લીગલ એડવાઈઝર પણ રહી ચુક્યાં છે. ભાજપના ઉમેદવાર પ્રિયંકા મુખ્યમંત્રી મમતા બેનર્જીને બાંગ્લા નાઈજેર મેયેકેઈ છાયે (બંગાળ પોતાની દીકરી ઈચ્છે છે) અભિયાનને અસર કરશે.