Site icon Revoi.in

પશ્વિમબંગાળના મંત્રી જ્યોતિપ્રિય મલિકની ઈડી દ્રારા દરોડા પાડ્યાના 15 કલાક બાદ કરાઈ ધરપકડ

Social Share

દિલ્હીઃ  તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી છેલ્લા ઘણા સમયથી અનેક રાજ્યોમાં અને અનેક મંત્રીઓને પોતાના શકંજામાં લઈ રહી છએ અને તાબડતોડ કાર્યવાહી કરી રહી છએ આજ શ્રેણીમાં હવે  કથિત રાશન વિતરણ કૌભાંડ કેસમાં પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલ્લિકની ધરપકડ કરવામાં આવી છે.

જાણકારી પ્રમાણ એ ઈડી એ 15 કલાકના દરોડા અને સર્ચ બાદ મલ્લિકની ધરપકડ કરી છે. તેમની ધરપકડ પછી, જ્યારે મલ્લિકને કોલકાતામાં ED ઓફિસ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તેણે પત્રકારોને કહ્યું કે તે રાજકીય ષડયંત્રનો શિકાર છે.