Site icon Revoi.in

હિંસાગ્રસ્ત બનતું જતું પશ્વિમ બંગાળ – દક્ષિણ પરગણા 24માં TMC કાઉન્સિલરની ગોળી મારીને હત્યા

Social Share

કોલકાતાઃ- પશ્વિમબંગાળ માં અવાર નવાર હિંસા ઉપડી જતી હોય છે અનેક રીતે અહીંનો માહોલ બગડતો જતો છે આવી સ્થિતિમાં ફરી એક વખત પશ્વિમબંગાળમાં હિંસાની ઘટના સામે આવી છે જેમા ગોળીમારીને હત્યા કરાઈ છે જો કે આ પ્રથમ વખત નથી અહી પહેલા પણ અનેક વખત આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે.

પ્રાપ્ત વિગત અનુસાર પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના નવા ચૂંટાયેલા પંચાયત સભ્યની અજાણ્યા શખ્શોએ બંદગુક લઈને આવીને ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

આ અંગે આજરોજ  શનિવારે  પોલીસ દ્રારા  માહિતી આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે પંચાયત સભ્યની સાથે રહેલો અન્ય એક વ્યક્તિ પણ આ ગોળીબારની ઘટનાથી ઘાયલ થયો છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

વધુ વિગત પ્રમાણે હવે પોલીસ આ સમગ્ર ખઘટના મામલે તપાસ કરી રહી છે કે હત્યા રાજકીય દુશ્મનાવટ કે અંગત અદાવતના કારણે થઈ છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, “અજ્ઞાત બંદૂકધારીઓએ મગરાહાટ પૂર્વ ગ્રામ પંચાયતના સભ્ય મૈમુર ઘરમી પર ગોળીબાર કર્યો જ્યારે તે શુક્રવારે મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા. ગુનેગારોએ તેના મૃત્યુની ખાતરી કરવા માટે કોઈ તીક્ષ્ણ વસ્તુથી તેના પર હુમલો પણ કર્યો હતો.

અધિકારીએ જણાવ્યું કે ઘરમી સાથે હાજર શાહજહાં મુલ્લા નામના વ્યક્તિને પણ ગોળી વાગી હતી. બંનેને પહેલા મગરાહટ ગ્રામીણ હોસ્પિટલમાં અને બાદમાં ડાયમંડ હાર્બર સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોએ ઘરમીને મૃત જાહેર કર્યો હતો