Site icon Revoi.in

વેસ્ટન્ડીઝનાં ક્રિકેટર કિરોન પોલાર્ડ એ IPL માંથી લીધો સન્યાસ

Social Share

દિલ્હીઃ- ક્રિકેટ જગતમાં આજકાલ સન્યાસ લેવાનો જાણે શીલસીલો ચાલી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે હવે આપીએલમાંથી ક્રિકેટરે સન્યાસ લેવાના સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત વિગત પ્રમાણે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂકેલા વેસ્ટન્ડિઝના ભૂતપૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે ભારતની સૌથી મોટી લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

આ બાબતે મુંબઈ ઈન્ડિયન્સે ટ્વિટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. પોલાર્ડ તેની પ્રથમ સિઝનથી મુંબઈની ટીમ સાથે સંકળાયેલો છે અને હવે તેણે 13 વર્ષની આઈપીએલ કારકિર્દી બાદ સન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ સાથે જ પોલાર્ડે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે પોલાર્ડ 2010થી આઈપીએલ સાથે જોવા મળતો ખેલાડી  છે. તેણે લીગની 189 મેચોમાં 28.67ની એવરેજ અને 147.32ની સ્ટ્રાઈક રેટથી 3412 રન બનાવ્યા હતા. જેમાં 16 અડધી સદીનો સમાવેશ થાય છે.

આ સાથે જ પોલાર્ડે બેટ વડે મુંબઈને ઘણી મેચોમાં જીત અપાવી હતી. આ સિવાય તેણે બોલિંગમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલાર્ડે આઈપીએલમાં કુલ 69 વિકેટ લીધી હતી. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 44 રનમાં ચાર વિકેટ હતું.