Site icon Revoi.in

ઠંડા પાણીથી વાળ ધોવાથી શું થાય છે? આજે જ જાણો

Social Share

જ્યારે જ્યારે પણ ગરમી વધે છે ત્યારે દરેક લોકોના મનમાં એવી ઈચ્છા તો થતી જ હોય છે કે ઠંડા પાણી જ રહે, અથવા એવી જગ્યાએ રહે કે જ્યાં તેમને ઠંડુ વાતાવરણ મળે. આવામાં લોકોને ક્યારેક તો માથામાં ઠંડા પાણી રેડવાનું પણ મન થાય, અને કેટલાક લોકોને ઠંડા પાણીથી માથું ધોવાનું પણ મન થાય, પણ જો વાત કરવામાં આવે ઠંડા પાણીથી વાળ ધોવાનું તો એની પણ માથાના વાળમાં કઈક આવી અસર થાય છે.

જો વાત કરવામાં આવે ગરમ પાણીની તો, વાળને ગરમ પાણીથી ધોઓ છો, ત્યારે તેનાથી વાળ પર તણાવ આવે છે. આટલું જ નહીં, ગરમ પાણી વાળમાંથી કુદરતી તેલ પણ ખેંચી લે છે, જેના કારણે વાળ ફ્રીઝી થઈ જાય છે. તેનાથી તમારા વાળ જડથી નબળા પડી જાય છે અને તેના કારણે તમારે વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે તમારા વાળને ઠંડા પાણીથી ધોઈ શકતા નથી, તો તેને નવશેકા પાણીથી ધોવો. પરંતુ યાદ રાખો કે વાળને ગરમ પાણીથી બિલકુલ ન ધોવા જોઈએ.

આ ઉપરાંત જો તમને ડેન્ડ્રફની સમસ્યા છે, તો તમારે તમારા વાળને ગરમ પાણીની જગ્યાએ ઠંડા પાણીથી ધોવા જોઈએ. ઠંડા પાણીથી તમારા વાળ ધોવાથી તમારી માથાની ચામડી વધુ સમય સુધી સ્વચ્છ રહે છે, કારણ કે તે છિદ્રોને બંધ કરે છે, માથાની ચામડી તેલ અને ગંદકી પ્રત્યે ઓછી સંવેદનશીલ બનાવે છે. તે વાળ તૂટવા, ગૂંચવાતા અને બેકાબૂ વાળને પણ નિયંત્રિત કરે છે. ઠંડા પાણીથી વાળ ડ્રાય અને ફ્રીઝી થતા નથી. જો કે, ખૂબ ઠંડું પાણી તમને બીમાર બનાવી શકે છે અને તમારા વાળનું વોલ્યુમ પણ ઓછું દેખાય છે. તેના બદલે તમે હૂંફાળા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો.

જેમ ગરમ પાણી દરેક પ્રકારના વાળને અનુકૂળ નથી આવતું તેમ ઠંડા પાણીની બાબતમાં એવું નથી. તે દરેક પ્રકારના વાળ માટે સારું છે અને રક્ત પરિભ્રમણને પણ સુધારે છે. આ વાળના ફોલિકલ્સની આસપાસ બળતરા અને શુષ્કતાને ઘટાડી શકે છે. આટલું જ નહીં, જો તમારા માથાની ચામડી પર ખૂબ જ ખંજવાળ આવે છે, તો ઠંડા પાણીથી તમારા વાળ ધોવાથી તેમાં પણ રાહત મળશે.