Site icon Revoi.in

શું છે સોશયલ મીડિયા પર વાયરલ ‘What’s Wrong With India’ ટ્રેન્ડ? જાણો શા માટે શરૂ કરવામાં આવ્યો

Social Share

નવી દિલ્હી: સોશયલ મીડિયા સાઈટ એક્સ પર ‘What’s Wrong With India’ ટ્રેન્ડ આજ સવારથી ઘણો ચર્ચામાં રહ્યો છે. આ ટ્રેન્ડ મંગળવારે સાંજે શરૂ થયો હતો અને અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ પોસ્ટ આવી ચુકી છે. ટ્રેન્ડ એટલો વધારે ચર્ચામાં છે કે ભારત સરકારના નાગરિક સહભાગિતા પોર્ટલ MyGovIndiaએ પણ આની સાથે જોડાયેલી એક પોસ્ટ કરી છે. તમે વિચારતા હશો કે આ ટ્રેન્ડ શું છે અને શા માટે આટલો વાયરલ છે?

શું છે વ્હોટ ઈઝ રોન્ગ વિથ ઈન્ડિયા ટ્રેન્ડ?

આ ટ્રેન્ડના શરૂ થવાના કારણની પાછળ ઝારખંડમાં દશ દિવસ પહેલા સ્પેનિશ મહિલા પર્યટક સાથેની સામુહિક બળાત્કારની ઘટના હતી. ખુદ સ્પેનિશ પર્યટકે એક વીડિયો શેયર કર્યો હતો કે કેવી રીતે તેની સાથે દરિંદગીની આ ઘટના થઈ હતી. એવું માનવામાં આવે છે કે વ્હોટ ઈઝ રોંગ વિથ ઈન્ડિયા ટ્રેન્ડ આવી અને આવા પ્રકારની ભારતમાં થયેલી ઘટનાઓને હાઈલાઈટ કરવા માટે જ શરૂ કરવામાં આવી છે. સોશયલ મીડિયા પર એક જૂથ એ પણ કહી રહ્યું છે કે આ ટ્રેન્ડ ભારતની છબીને ખરાબ કરવાના ઉદેશ્યથી શરૂ કરવામાં આવ્યો છે.

અહીં આવી કેટલીક પોસ્ટ પણ જોઈ શકશો.

ભારતના સોશયલ મીડિયા યૂઝર્સે શું કર્યું?

સોશયલ મીડિયા પર જ્યારે આ ટ્રેન્ડ ઘણો વાયરલ થયો તો ભારતના સોશયલ મીડિયા યૂઝર્સે પણ આ ટ્રેન્ડનો જ ઉપયોગ કરીને જવાબ આપવાની રીત શોધી કાઢી અને અન્ય દેશોમાં થયેલા આવા મામલાઓને શેયર કર્યા હતા.

એવું માનવામાં આવે છે કે આ ટ્રેન્ડ બારતની છબીને ખરાબ કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો અને તેને મોટા પ્રમાણમાં પ્રતિક્રિયા પણ મળતી દેખાય હતી.

ભારત સરકારના નાગરિકતા સહભાગિતા પોર્ટલ MyGovIndia એ પણ એક્સ પર એક પોસ્ટ શેયર કરી છે. તેમાં ભારતની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Exit mobile version