Site icon Revoi.in

આવી તો કેવી બીમારી? આ છોકરીને કોલ્ડ ડ્રિંક પણ ગરમ કરીને પીવુ પડે છે

Social Share

આ વિશ્વ એટલું મોટું છે કે જેને ભગવાન સિવાય સંપૂર્ણપણે કોઈ જાણી શક્યું નથી, દુનિયામાં કેટલાક લોકો એવા છે કે જેમને અજીબ પ્રકારની બીમારી છે અને ત્યારે હવે ઇંગ્લેન્ડની આ વિદ્યાર્થીનીને એક અલગ રોગ છે.આ છોકરીને એવી બીમારી છે કે તે આઈસક્રિમ કે કોલ્ડડ્રિંક વિશે તો વિચારી પણ શકતી નથી.

માન્ચેસ્ટરની રહેવાસી 20 વર્ષની ઝુઝન્ના દિમિત્રુક 15 વર્ષની થઈ ત્યારે ડોક્ટરોએ તેને કહ્યું કે તેને કોલ્ડ ઉર્ટિસારિયા (cold urticarial) નામની દુર્લભ એલર્જી છે. આ રોગને કારણે, દર્દીના હાથ તેમના સામાન્ય કદ કરતા બમણાથી વધુ ફૂલી જાય છે. આ સિવાય ત્વચા પર ફોલ્લીઓ દેખાય છે. જુજાના કહે છે કે હવે તેણે એલર્જી સાથે જીવવાનું શીખી લીધું છે. જો તેને કોલ્ડ ડ્રિંક પીવાનું મન થાય તો તે તેને ઓરડાના તાપમાને લાવે છે અને પીવે છે. આ સિવાય આઈસ્ક્રીમ પણ પીગળ્યા પછી જ ચાખવામાં આવે છે.

ઝુઝન્ના દિમિત્રુકને બાળપણથી જ શરદીની એલર્જી હતી. તેણીને 10 વર્ષની ઉંમરે પ્રથમ વખત આ વિશે જાણ થઇ હતી જ્યારે તે ઠંડા દિવસોમાં મોજા વગર ઘરની બહાર આવી. આ દરમિયાન તેની આંગળીઓ લાલ થઈ ગઈ હતી અને ખરાબ રીતે સોજો આવી ગયો હતો. આ સિવાય તેમાં ઘણી ખંજવાળ આવતી હતી. વધતી ઉંમર સાથે, એલર્જીના લક્ષણો પણ વધવા લાગ્યા.