Site icon Revoi.in

વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે શું સંબંધ ધરાવે છે મ્યૂઝિ, જાણો સંગીતની સ્વાસ્થ્ય પર પડતી સકારાત્મક અસરો વિશે

Social Share

 

માનવ જીવમાં તમામ પ્ગુરકારના ગુણો  અવગુણો જોવા મળે છે પરિસ્થિતિ  પ્રમાણે માનવી પોતાનું રિએક્શન આપે છે.જેમાં એક ગુણ છે ગુસ્સો, જો કે તે ગુણ નહી આપણે અવગુણ કહીશું, પણ માનવ ભગવાન પણ નથી કે તેને ગુસ્સો ન આવે. આજકાલ નાના નાના બાળકો પમ ગુસ્સે થતા જોવા મળે છે,પોતાની જીદ પુરી ન થાય તો ગુસ્સો, એજ રીતે માણસ કામથી ઘરથી કે ઓફીસથી કંટાળે ત્યારે ફસ્ટ્રેશન રુરે ગુસ્સો બહાર નિકાળે છે, આજકાલ ગરેક લોલો નાની નાની વાતે ચીડાઈ જતા હોય છે, મનગમતું ન થવાથી લઈને અનેક બાબતે લોકોને તરત જ ગુસ્સો આવી જાય છે, જો કે ગુસ્સાને શઆંત રાખવા માટે મ્યૂઝિક બેસ્ટ ઓપ્શન છે.

આમ જોવા જઈએ તો મ્યૂઝિક બાબતે કેટલાક રિસર્ચ પણ થયા છે જેમાં આ વાત સામે આવી છે કે મ્યૂઝિક માણસના ગુસ્સા પર મોટાઅંમશે કંટ્રોલ કરી શકે છે, મ્યૂઝકથી માણસનો ગુસ્સો શાંત થાય છે.આ સાથે જ માનવ મજગમાં ચાસલતી અનેક હલચલને શાંત કરી શકે છે જ્યારેકોઇ વાતને વિચારીને જો તમને વધારે ગુસ્સો આવી રહ્યો છે તો તમે મ્યુઝિક થેરાપીનો સહાર લો. ગુસ્સો આવવાની પરિસ્થિતિમાં તમે કોઇ એવા ગીત સાંભળવાનો પ્રયાસ કરો જે તમને સુકૂન આપે છે

આ સાથે જ  મેન્ટલ સ્ટ્રેસની સારવાર મ્યુઝિકના અલગ અલગ મેગાહર્ટ્સ પર થાય છે. ગભરામણ, ચીડિયાપણું અને ઉદાસી જેવી સમસ્યામાં મગજ અને શરીર અલગ અલગ રીતે રિએક્શન આપે છે.

આ બાબતે ‘મેનોપોઝ’ જર્નલમાં રિપોર્ટ જારી કરવામાં આવ્યો હતો  જેમાં મહિલાઓ માટે પણ ખાસ કારણો દર્શાવ્યા છે કે મહિલાઓ મેનોપોઝમાં ઉદાસ રહે છે. રિસર્ચમાં મેનોપોઝ સ્ટેજમાં રહેલી મહિલાઓને મ્યુઝિક થેરપી આપવામાં આવી હતી જેનાથી તેમના સ્વભાવમાં આવતા ચેન્જિસમાં પરિવર્તન લાવી શકાય છે ગુસ્સાને શંત રાખી શકાય છે.

દરેક સ્ત્રીઓના સ્વભાવમાં આ સમયમાં હોર્મોનલ ફેરફારને બદલાવ આવે છે, ખાસ ચીડિયાપણું ,ગુસ્સો આવવો મેન્ટલ સ્ટ્રેસ, હૉટ ફ્લેશ, બોડી પેન, વજાઈનલ ડ્રાયનેસ, અનિદ્રા જેવી સમસ્યાથી પીડાય છે. આ સ્થિતિમાં તેમનો સ્વાભાવિક છે કે ખરાબ રહેતો હોય છે ,જો કે આવી સ્થિતિમાં સ્ત્રીઓએ મ્યૂઝિક સાંભળવું જોઈએ જેનાથી તેમને શાંતી અનુભવાી છે

આ સાથે જ યુવકોને પણ ઘણી બાબતે ગુસ્સો આવે છે અથવા તો ચીડિયાપણું સતાવે છે તેની સ્થિતિમાં તેઓ માટે પણ મ્યૂઝિક બહેસ્ટ ઓપ્શન સાબિત થાય છે, હા એ વાત મહત્વ ધરાવે છે કે કેવી પરિસ્થિતિમાં કયા પ્રકારનું મ્યૂઝિક સાંભળવું જે તમારી પસંદ પર નિર્ભર હોય છે.ગુસ્સામાં બને ત્યા સુધી શાંત મ્યૂઝિક સાંભળવા વધુ સારી બાબત સાબિત થાય છે.

‘પશ્ચિમી દેશોમાં સ્વાભાવિક પણે જ ત્યાંનું ક્લાસિક મ્યૂઝિક થેરપી માટે પસંદ કરવામાં આવે છે. તેમાં મોઝાર્ટ સહિતના વર્ષો જૂના ક્મ્પોઝરનું સંગીત સામેલ છે.’ ભારતમાં અત્યારે મ્યૂઝિક થેરપી વેસ્ટર્ન કન્ટ્રીઝની સરખામણીમાં પ્રારંભિક તબક્કામાં છે. આપણે ત્યાં થેરપીમાં આપણા ક્લાસિકલ મ્યૂઝિકનો ઉપયોગ થાય છે. તેમાં મોટે ભાગે ઈન્સ્ટ્રુમેન્ટલ સંગીત પણ ઉપયોગ લેવામાં આવે છે.’