Site icon Revoi.in

ગૂગલ પર વ્હોટ્સએપ ચેટ લીક – પ્રાઈવેટ વાતો જાહેર થવાની વાતથી વ્હોટ્સએપ વિવાદમાં

Social Share

દિલ્હીઃ-છેલ્લા ઘણા દિવસોથી વ્હોટ્સએપને લઈને ચર્ચાઓ ચાલી રહી છે,ફેસબુકની માલિકીની વ્હોટ્સએપ  તેની નવી સેવાની શરતો અંગેના વિવાદથી ઘેરાયેલી છે, આ દરમિયાન વ્હોટ્સએપ વિવાદમાં સપડાયું છે.

ગૂગલ પર વોટ્સએપ ગ્રુપના મેસેજીસ લીક ​​થયા છે. આવી સ્થિતિમાં, ગૂગલ પર વ્હોટ્સએપ ગૃપને શોધીને, તમે તમારી ચેટ વાંચી શકો છો અને તમારા પ્રાઈવેટ ગૃપમાં પણ જોડાઇ શકો છો. વોટ્સએપની આ ભૂલને કારણે, વ્હોટ્સએપ ગૃપના તમામ નંબરો પણ જાહેર થઈ ગયા છે.

ગૂગલ પર વ્હોટ્સએપ ચેટ લીક થવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ વર્ષ 2019 માં ગૂગલ સર્ચમાં ઘણા ગ્રુપ્સ અને ચેટ્સ  મળી આવી હતી, જોકે હવે વોટ્સએપે આ બગને ફિક્સ કર્યો હતો.

વ્હોટ્સએપની આ ભૂલની જાણકારી સાયબર સિક્યુરિટી રિસર્ચર રાજશેખર રાજહરીયાએ આપી હતી. રિપોર્ટ પ્રમાણે ગૂગલનાં પરિણામોમાં આશરે 1 હજાર 500 વોટ્સએપ ગ્રુપની ઈનવાયટ લિંક્સ આવી રહી છે. જેમાંના ઘણા ગૃપસ્ પોર્નનાં હતાં અને ઘણાં કોઈ એક ખાસ સમુદાયનાં હતાં. કેટલાક ગૃપ બંગાળી અને મરાઠી જોવા મળ્યા હતા.

આ ડેટા લીક થવાનો  રિપોર્ટ સામે આવ્યો ત્યારે વોટ્સએપે એક નિવેદનમાં કહ્યું કે માર્ચ 2020 થી વ્હોટ્સએપે તમામ લીંકને પેજ માટે નોઇન્ડેક્સ ટેગ લાગુ કર્યો છે, ત્યારથી આ પેજ ગૂગલની અનુક્રમણિકાની બહાર છે. કંપનીએ ગૂગલને આ ચેટ્સને ઈન્ડેક્ષ ન કરવા જણાવ્યું છે.

આમ જોવા જઈએ તો વ્હાોટ્સએપ ઘણી વયખત તેના ડેટા લીક થવાને લઈને ચર્ચામાં રહ્યું છે જે બાબતે વ્હોટ્સએપ સફાઈ પણ આપી રહ્યું છે ,જો કે હવે વ્હો્ટસએપની પ્રાઈવેસી ધીરે ધીરે કમજોર પડતી જોવા મળી છે જેના કારણે લોકો ટેલિગ્રામ અને સિગ્નલ જેવા અન્ય વિકલ્પો શોધી રહ્યા છે.

સાહિન-