Site icon Revoi.in

વોટ્સએપમાં આ નવું ફીચર થશે સામેલ..

Social Share

મુંબઈ: વોટ્સએપ તેના યુઝર્સ માટે દરરોજ નવા – નવા ફીચર લઈને આવતું હોય છે. વોટ્સએપ ઘણા દિવસોથી એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે સોશિયલ મીડિયા એપ્લિકેશન શેરચેટ યુઝર્સને પિક્ચર-ઇન-પિક્ચર મોડમાં એપ્લિકેશનની અંદર વીડિયો ચલાવવાની સુવિધા આપશે..વોટ્સએપ બીટાને ટ્રેક કરતી વેબસાઇટ WABetaInfo મુજબ, શેરચેટ વીડિયો આઇઓએસ અને એન્ડ્રોઇડના બીટા વર્ઝન પર ઉપલબ્ધ થશે.

WABetaInfo ના રીપોર્ટ મુજબ, આ ફીચરને ચલાવવા માટે, યુઝરે આઇઓએસનું 2.20.81.3 અને એન્ડ્રોઇડનું 2.20.197.7 વર્ઝન ઇન્સ્ટોલ કરવું પડશે. આ સુવિધાની મદદથી જ્યારે તમે શેરચેટ વીડિયોના પ્લે આઇકોન પર ટેપ કરો છો, ત્યારે વોટ્સએપ પિક્ચર-ઇન-પિક્ચર મોડમાં વીડિયો શરૂ થશે.

સોશિયલ પ્લેટફોર્મ શેરચેટ હિન્દી, મલયાલમ, ગુજરાતી, મરાઠી, પંજાબી, તેલુગુ, તમિલ, બંગાળી, ઓડિયા, કન્નડ, આસામી, હરિયાણવી, રાજસ્થાની, ભોજપુરી અને ઉર્દૂ સહિત 15 ભાષાઓમાં ઉપલબ્ધ છે. શેરચેટમાં 60 મિલિયનથી વધુ યુઝર્સ એક્ટિવ છે. WABetaInfo મુજબ, તાજેતરમાં જ વોટ્સએપે ઘણા ફીચર પર કામ કરવાનું શરૂ કર્યું છે. જેમાં એક્સપાયરીંગ મેસેજ પણ શામેલ છે. યુઝર્સને સાત દિવસની અંદર સંદેશાઓને ઓટો ડીલીટ કરવાની અનુમતિ આપે છે.

_Devanshi