Site icon Revoi.in

વોટ્સએપમાં આવી શકે છે નવું ફીચર,યુઝર્સને આ રીતે થશે મદદરૂપ

Social Share

વોટ્સએપ દ્વારા હંમેશા કઈને કઈ ફીચર પર કામ કરવામાં આવતું હોય છે ત્યારે હવે વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જેનાથી યુઝર્સ હવે એ લોકોની માહિતી પણ જોઈ શકશે જે લોકો ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયા હોય. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વધુ એક અદ્ભુત ફીચર લાવવા જઈ રહી છે.

WABetaInfo ના અહેવાલ મુજબ, WhatsApp એક ખૂબ જ શાનદાર ફીચર (WhatsApp New Feature)પર કામ કરી રહ્યું છે, જે ગ્રુપના સક્રિય સભ્યોને તે ગ્રુપમાં જૂના સભ્યોને જોવાની મંજૂરી આપશે, જેઓ પહેલાથી જ કોઈ કારણસર ગ્રુપ છોડી ચૂક્યા છે અથવા તેનો ભાગ નથી. આ ફીચરને મેસેજિંગ એપ v2.22.12.4ના એન્ડ્રોઇડ વર્ઝન (બીટા) પર જોવામાં આવ્યું છે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ફીચર હાલમાં ડેવલપમેન્ટ સ્ટેજમાં છે, અને બીટા યુઝર્સ સુધી પહોંચવામાં થોડો સમય લાગશે. એવું માનવામાં આવે છે કે ગુપ્ત રીતે ગ્રુપ છોડવાનું ફીચર એન્ડ્રોઇડ, iOS અને ડેસ્કટોપ યુઝર્સ માટે આવશે. કે WhatsApp ટૂંક સમયમાં એક જ ગ્રુપમાં 512 લોકોને એડ કરવાની મંજૂરી આપશે. હાલમાં તેની મર્યાદા 256 સભ્યો છે.