Site icon Revoi.in

વોટ્સએપે એકસાથે અનેક ફીચર્સ બહાર પાડ્યા,તમામ ફીચર્સ વોઈસ મેસેજ માટે

Social Share

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપનો કોઈ જવાબ નથી. વોટ્સએપ તરફથી અવનવા ફીચર્સ બહાર પાડવામાં આવે છે.ત્યારે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ફેસબુક પોસ્ટ દ્વારા નવા ફીચર્સ વિશે માહિતી આપી છે કે,નવા અપડેટ પછી યુઝર્સને કેવા પ્રકારના ફાયદા મળશે. વોટ્સએપના નવા અપડેટથી વોઈસ મેસેજનું રેકોર્ડિંગ થોભાવી અને ફરી શરૂ કરી શકાશે.આ સિવાય યુઝર્સને વોઈસ મેસેજની સાથે વિઝ્યુઅલ વેવફોર્મ પણ જોવા મળશે.

વોટ્સએપે ઘણા બધા ફીચર્સ રજૂ કર્યા છે એમાંનું એક રિમેમ્બર પ્લેબેક ફીચર પણ છે જે ફોરવર્ડ કરેલા વોઈસ મેસેજ સાથે ફાસ્ટ પ્લેબેકના રૂપમાં ઉપલબ્ધ હશે.

આ ઉપરાંત ચેટ પ્લેબેકનું ફીચર પણ મળશે એટલે કે તમે ચેટમાંથી બહાર આવ્યા પછી પણ વોઈસ મેસેજ સાંભળી શકશો અને આ સૌથી મોટું અપડેટ છે.અત્યાર સુધી વૉઇસ મેસેજ ચેટમાંથી બહાર આવતાં જ વાગવાનું બંધ થઈ જતું હતું.આનો સૌથી મોટો ફાયદો એ છે કે,તમે વોઈસ મેસેજ સાંભળતા સમયે અન્ય કોઈ કામ પણ કરી શકો છો.

WhatsApp માં ટૂંક સમયમાં એક નવું અપડેટ આવી રહ્યું છે, જેના પછી વપરાશકર્તાઓ WhatsApp પર 2 GB સુધીની ફાઇલ સરળતાથી શેર કરી શકશે. WhatsApp આર્જેન્ટિનામાં iOS અને Android બંને એપના બીટા વર્ઝન પર 2GB ફાઇલ શેરિંગનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. નવા ફીચરને WhatsApp બીટાના એન્ડ્રોઈડ વર્ઝન 2.22.8.5, 2.22.8.6 અને 2.22.8.7 પર જ્યારે iOS બીટા વર્ઝન 22.7.0.76 પર જોઈ શકાય છે.

આ સાથે વોટ્સએપ વોઈસ મેસેજીસના નવા પોઝ અને રિઝ્યુમ ફીચરની મદદથી તમે વોઈસ મેસેજને સરળતાથી રેકોર્ડ કરી શકશો. આ ફીચર ડેસ્કટોપ યુઝર્સ માટે પણ ટૂંક સમયમાં આવી રહ્યું છે. તેનું ટેસ્ટિંગ બીટા વર્ઝન પર ચાલી રહ્યું છે. નવા અપડેટ સાથે, વૉઇસ સંદેશાઓ 1.5x અથવા 2xની ઝડપે સાંભળી શકાય છે.